એમએસ યુનિ. ભરતી કૌભાંડમાં માહિતી આપવા રજૂઆત  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • એમએસ યુનિ. ભરતી કૌભાંડમાં માહિતી આપવા રજૂઆત 

એમએસ યુનિ. ભરતી કૌભાંડમાં માહિતી આપવા રજૂઆત 

 | 3:23 am IST

સગાવ્હાલાની ભરતી કર્યાનાં  આક્ષેપ સાથે સ્પે. સિન્ડિકેટ બોલાવવા માગ 

કશું ખોટું કર્યુ નથી તો માહિતી વહેલી તકે આપી દેવી જોઇએ કેતન ઇનામદાર 

વડોદરા  

એમએસ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ભરતી કૌભાંડમાં આજરોજ સાવલીના ધારાસભ્ય અને સેનેટ સભ્ય કેતન ઇનામદારે રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે સિન્ડિકેટ સભ્યો દ્વારા માગવામાં આવેલી માહિતી વહેલી તકે આપી દેવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર સાથે આરએસએસ સાથે સંકળાયેલા સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ રજૂઆત કરવા જોડાયા હતા.  

એમએસ યુવિનર્સિટીમાં સત્તાધારી જીગર ઇનામદાર જૂથ તેમજ વાઇસ ચાન્સેલર દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં આચરવામાં આવેલા કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી પડયાં છે. ત્યારે આજે સાંજે સાવલીના ધારાસભ્ય અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય કેતન ઇનામદારે રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરી હતી. જે બાબતે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સિન્ડિકેટ સભ્યો દ્વારા ભરતીની માહિતી માગવામાં આવી છે. જે યુનિ. સત્તાધિશો દ્વારા આપવામાં આવી રહી નથી. જેથી આજે રજિસ્ટ્રારને મળી લેખીતમાં તમામ માહિતી વહેલી તકે આપવા રજૂઆત કરી છેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, રજિસ્ટ્રાર દ્વારા સિન્ડિકેટની મંજૂરી મેળવવા અંગેની વાત કરી હતી. ત્યારે મેં જણાવ્યું હતું કે, જો તમે ભરતીમાં કશું ખોટું કર્યુ નથી તો પછી માહિતી આપવામાં તમને મુશ્કેલી શું છે. યુનિ.ના નિયમ અનુસાર સિન્ડિકેટની મંજૂરીની જરૂર હોય તો તાત્કાલીક સ્પે. સિન્ડિકેટ બોલાવી માહિતી આપવી જોઇએ. ભવિષ્યમાં ભરતી પ્રક્રિયામાં જેણે પણ કઇ ખોટું કયું હશે તેની સામે કડક પગલાં લેવાની પણ રજૂઆત કરી છે. એટલું નહીં બાબતે રાજય સરકારનું પણ ધ્યાન દોર્યુ છે.  

ઉલ્લેખનીય છેકે, કેતન ઇનામદાર દ્વારા રજિસ્ટ્રારની ઓફિસમાંથી વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસ સાથે ફોન પર વાત કરી વિષયને ગંભીરતાથી લેવા માટે જણાવાયું છે. તેમજ વહેલી તકે માહિતી સિન્ડિકેટ સભ્યોને આપવા માટે માગ કરાઇ છે. આજે રજિસ્ટ્રાર સાથેની મુલાકાત સમયે કેતન ઇનામદાર સાથે માહિતી માગનાર આરએસએસ સાથે સંકળાયેલા સિન્ડિકેટ અને સેનેટ સભ્યો પણ જોડાયા હતા

માહિતી આપવા અંગે આગામી સિન્ડિકેટમાં દરખાસ્ત કરાશે  

 

એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. કે. એમ. ચૂડાસમાએ કેતન ઇનામદારની મુલાકાત બાબતે જણાવ્યંુ હતું કે, ધારાસભ્ય અને સેનેટ સભ્ય કેતન ઇનામદાર આજરોજ રજૂઆત કરવા આવ્યા હતા. જેમની રજૂઆત બાદ આગામી ૧૦ દિવસમાં સિન્ડિકેટની બેઠકમાં માહિતી આપવા અંગે દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ સિન્ડિકેટ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેનો અમલ કરાશે.  

 

ભરતી કૌભાંડથી બચવા જીગર ઇનામદાર ગાંધીનગર દોડયા  

એમએસ યુનિ. ભરતી કૌભાંડ અંગે ગત મંગળવારે ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ સેનેટસિન્ડિકેટ સભ્યો દ્વારા શિક્ષણ મંત્રીને લખીતમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ આજરોજ શિક્ષણમંત્રી દ્વારા સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારને ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, તેમની સાથેની મુલાકાતમાં પણ જીગર ઇનામદારને બોલવાનો મોકો આપી માત્ર સંભળાવવામાં આવ્યું હોવાનંુ જાણવા મળે છે.

કૌભાંડના પગલે જીગર ઇનામદાર જૂથમાં ફાટફૂટ  

શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ભરતીમાં આચરવામાં આવેલા સગાવાદ અને ભ્રષ્ટાચાર બાદ જીગર ઇનામદાર જૂથમાં પણ ફાટફૂટ પડી રહી છે. કેટલા સભ્યો દ્વારા સિન્ડિકેટની બેઠકમાં પણ તેમજ પ્રીસિન્ડિકેટમાં પણ સગાવાદ અને ભ્રષ્ટાચારથી થઇ રહેલી ભરતી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. જેથી સત્તાધારી જીગર ઇનામદાર જૂથમાં અંદર અંદર તણાવ ઊભો થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;