એમડી અમિત ભટનાગરને ત્રણ વર્ષથી રોકાણકાર મળતાં નથી ડાયમંડ પાવરના માથે '૧૮૫૦ કરોડની બેંક લોનની જવાબદારી - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • એમડી અમિત ભટનાગરને ત્રણ વર્ષથી રોકાણકાર મળતાં નથી ડાયમંડ પાવરના માથે ‘૧૮૫૦ કરોડની બેંક લોનની જવાબદારી

એમડી અમિત ભટનાગરને ત્રણ વર્ષથી રોકાણકાર મળતાં નથી ડાયમંડ પાવરના માથે ‘૧૮૫૦ કરોડની બેંક લોનની જવાબદારી

 | 3:22 am IST

કંપનીમાં પ્રમોટર જૂથનો હિસ્સો એક તબક્કે ૪૭ ટકા હતો તે ઘટીને હવે ૧૧ ટકા થઈ ગયો

વડોદરા, તા.૧૪

શહેરની ખોટ કરતી ડાયમંડ પાવર જૂથની ચાર કંપનીઓની નાણાકીય જવાબદારી રૃ.૧૮૫૦ કરોડની છે, જેમાં ડાયમંડ પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્કચર લિ.ની જ સૌથી વધુ રૃ.૧૬૯૫ કરોડની છે. ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર લિ.ની રૃ.૧૨૦ કરોડ, નોર્થવે સ્પેસિસની રૃ.૩૦ કરોડ અને ડાયમંડ ઇન્ફેસિસ્ટમની રૃ.૨ કરોડની હોવાનું કંપનીના એમડી અમિત ભટનાગરે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષથી કંપની આર્િથક મુશ્કેલીમાં હોવાની કબૂલાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે ત્રણ વર્ષથી કંપનીમાં સારા રોકાણકારને શોધી રહ્યા છીએ. જોકે, હજી આ વાસ્તવિકતાથી ઘણી દૂર બાબત હોવાનું નિષ્ણાતો માને છે. કેમ કે ત્રણ વર્ષથી કંપનીમાં રોકાણ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. એવો પણ બચાવ કરવામાં આવે છે કે, ચાઇનીઝ કંપનીઓના માલની સામે સ્થાનિક માલ ઉપર કરવેરા વધુ હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે. જોકે, પાવર સેક્ટરની ઘણી કંપનીઓ વડોદરામાં આગળ વધી રહી છે. કંપની સતત ખોટ કરી રહી હોવાના કારણે શેરનો ભાવ રૃ.૧૬ની સપાટીએ આવી ગયો છે. અગાઉ રૃ.૪૧.૮૦ના ભાવે બેંકોને પ્રિમિયમથી શેર લોનની સામે કન્વર્ટ કરવામાં આવ્યા હતા.

કંપનીમાં પ્રમોટર જૂથનો હિસ્સો એક તબક્કે ૪૭ ટકા હતો તે ઘટીને હવે ૧૧ ટકા રહ્યો છે. બેંકોએ અગાઉ રૃ.૮૫૦ કરોડની લોન એસડીઆરમાં ઇક્વિટીમાં રૃપાંતરીત કરતાં પ્રમોટરોનો હિસ્સો ઘટયો છે. બેંકોની ઇક્વિટી આ કંપનીમાં ૭૦ ટકાની થઇ છે.

સિકોમ સાથેના વિવાદ અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર લિ. દ્વારા એનસીએલટીમાંથી ઓર્ડર મેળવવામાં આવ્યો છે. એવો પણ દાવો કર્યો હતો કે, ટેક્સ ઓથોરિટીઓનો પણ કોઇ ડિફોલ્ટ નથી. જોકે, એવો પણ બચાવ કર્યો હતો કે, નિયમિત એસેસમેન્ટ અને તેની સામેની અપીલો જુદી જુદી સત્તા સામે ચાલી રહી છે. કોઇ રિકવરી પ્રોસેસ ચાલતી નથી. કંપનીના મહિલા ડિરેક્ટર નિવેદીતા પંડયાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ગ્રૂપની અન્ય કંપનીમાં સીઇઓ તરીકે જોડાયા હોવાના કારણે રાજીનામું આપ્યું છે.

;