એમબીબીએસની ૧૮૦ સીટો વધારીને ૨૫૦ કરવા માટે એમસીઆઈ દ્વારા ડીસેમ્બરમાં ઇન્સ્પેકશન કરાયું હતું - Sandesh
  • Home
  • Baroda
  • એમબીબીએસની ૧૮૦ સીટો વધારીને ૨૫૦ કરવા માટે એમસીઆઈ દ્વારા ડીસેમ્બરમાં ઇન્સ્પેકશન કરાયું હતું

એમબીબીએસની ૧૮૦ સીટો વધારીને ૨૫૦ કરવા માટે એમસીઆઈ દ્વારા ડીસેમ્બરમાં ઇન્સ્પેકશન કરાયું હતું

 | 3:48 am IST

 

મેડિકલ કોલેજની ૨૫૦ સીટોને માન્યતા માટે એમસીઆઈનો ઠેંગો

કોમ્પલાઇન્સ ઇન્સપેકશન પાર પાડવા મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની કવાયત શરૃ

ા વડોદરા

બરોડા મેડિકલ કોલેજની ૨૫૦ બેઠકોને માન્યતા આપવાનો સ્ઝ્રૈં નન્નો ભણીદેતા કોલેજના સત્તાવાળાઓમાં દોડધામ મચી જવા પામી છે. શૈક્ષણિક સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રકચરની અછત હોવાનું કારણ આગળ ધળીને સ્ઝ્રૈં દ્વારા એમબીબીએસની ૧૮૦ થી વધારીને ૨૫૦ સીટો માટેની માન્યતા આપી નથી. એમસીઆઇ દ્વારા ક્ષતિઓ પુર્ણ કરવા માટેની સુચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજયની સરકારી મેડિકલ કોલેજની સીટો વધારવા માટેની મંજુરી આપવામાં આવી હતી . જે મુજબ રાજયની બરોડા મેડિકલ કોલેજ ૧૮૦ સીટો થી વધારીને ૨૫૦ સીટો સુરતની ૧૫૦ થી વધારીને ૨૫૦ સીટો જામનગર મેડિકલ કોલેજની ૨૦૦ સીટોથી વધારીને ૨૫૦ કરવામાં આવી હતી. નિયમ મુજબ આ માટે મેડિકલ કોલેજમાં વધારાયેલી સીટો માટે શૈક્ષણિક સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરતુ હોવા માટે એમસીઆઇ પાસેથી મંજુરી મેળવવાની હોય છે. આ પ્રક્રિયા પાર પાડવા માટે બરોડા મેડિકલ કોલેજ દ્વારા એમસીઆઇના ઇન્સપેકશ માટેની ફી ભરી હતી . ડિસેમ્બર ૨૦૧૮ના પ્રથમવીકમાં એમસીઆઇના ચાર સભ્યોની કમિટી ઇન્સપેકશ અર્થે આવી હતી. જેમાં તિરૃપતિ મેડીકલ કોલેજના ડો.જી.વી પ્રકાશના વડ્ડપણ હેઠળની ચાર સભ્યોની કમિટીએ બે દિવસ સુધી ઇન્સપેકશન કર્યુ હતુ.

આ ઇન્સપેકશનનો તાજેતરમાં આવેલા રિપોર્ટમાં શૈક્ષણિક સ્ટાફની અછત અને ઇન્ફ્રાસ્ટ્ર્કચર પુરતુ નહી હોવાનું જણાવ્યું હતુ. આ ક્ષતિઓ પુરી કરવા માટે જણાવતા બરોડા મેડિકલ કોલેજના સત્તાવાળઓમાં દોડધામ મચી જવા પામી છે. કોમ્પલાઇન્સ ઇન્સપેકશન માટે બરોડા મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા રાતદિવસ કવાયત હાથ ધરવામાં આવી છે.

કોમ્પલાઇન્સ ઇન્સ્પેકશન ઉનાળુ વેકેશનનો ભોગ લેશે ?

બરોડા મેડિકલ કોલેજની ૧૮૦ થી ૨૫૦ સીટો વધારવા માટેનું ઇન્સપેકશન આવવાનુ હોવાથી દિવાળી વેકેશન બરોડા મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું રદ કરવામાં આવ્યુ હતુ. ગમે તે ઘડીએ ઇન્સપેકશન મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનું આવવાનું હોવાથી તે રદ કરાયુ હતુ. આથી વેકેશન પર ગયેલા પ્રાધ્યાપકોને પરત બોલાવાયા હતા. જો કોમ્પલાઇન ઇન્સપેકશન એપ્રિલની આસપાસ આવેતો પુનઃ ઉનાળુ વેકેશન પણ રદ થઇ જશે તેવી ચર્ચા પ્રાધ્યાપકોમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળે છે.

કોમ્પલાઇન્સ ઇન્સ્પેકશનમાં નિષ્ફળ રહેતો ૭૦ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર તાલ । બરોડા મેડિકલ કોલેજમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ માટે ફર્સ્ટ એમબીબીએસમાં ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ બીજા વર્ષમા ંઆવે તે પહેલા ૨૫૦ બેઠકોને મંજુરી મળી જવી જોઇએ નહી તો ૭૦ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર તાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

૨૫૦ વિદ્યાર્થીઓ માટેનો લેકચર હોલ તૈયાર નથી

ફર્સ્ટ એમબીબીએસમાં ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે. જોકે લેકચર હોલ તૈયાર નથી આ માટેની પ્રપોેઝ સાઇટ એમસીઆઇના ઇન્સપેકશન સમયે બતાવી દેવાઇ હતી.જેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ થઇ ગઇ હોવાનું જણાવ્યુ ંહતુ. આ મુદ્દો પણ બહાર આવ્યો છે.

કોલેજમાં માત્ર ૫.૫૭ ટકા પ્રાધ્યાપકોની ઉણપ છે

કોલેજમાં ૨૩૩ પ્રાધ્યાપકોનુ મહેકમ છે.જે ૨૫૦ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પર્યાપ્ત છે. ૨૨૦ પ્રાધ્યાપકો હાલ ફરજ બજાવે છે.૧૩ પ્રાધ્યાપકોની કમી છે. મેડિકલ કાઉન્સીલના નિયમ પ્રમાણે ૧૦ ટકાથી ઓછી ઉણપ હોય તે તે માન્ય ગણાય છે .નિયમ પ્રમાણે ૫.૫૭ ટકા પ્રાધ્યાપકોની કમી કાયદાકીય રીતે માન્ય છે.

કયા વિભાગમાં કેટલા પ્રાધ્યાપકની અછત

વિભાગ       પ્રા.ની સંખ્યા

ઓર્થોપેડિક   ૦૧

બાયોકેમેસ્ટ્રી  ૦૧

મેડિસીન      ૦૫

પીડિયાટ્રિક    ૦૧

સાઇકિયાટ્રિક ૦૧

સર્જરી         ૦૪

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;