એરલાઇન્સની વેબસાઇટ પર ટિકિટ સિવાય પણ મળે છે 'ઘણું બધું', જાણવા કરો ક્લિક - Sandesh
  • Home
  • Business
  • એરલાઇન્સની વેબસાઇટ પર ટિકિટ સિવાય પણ મળે છે ‘ઘણું બધું’, જાણવા કરો ક્લિક

એરલાઇન્સની વેબસાઇટ પર ટિકિટ સિવાય પણ મળે છે ‘ઘણું બધું’, જાણવા કરો ક્લિક

 | 3:43 pm IST

બજાર હિસ્સાની રીતે સેકન્ડ લાર્જેસ્ટ એરલાઇન જેટ એરવેઝ ફલાઇટની સાથે કેબ સર્વિસ આપવા ઉબર સર્વિસ સાથે ચર્ચામાં છે. ઓફર હેઠળ જેટ એરવેઝની એર ટિકિટ ખરીદનાર પિક-પ અને ડ્રોપ માટે ઉબર કેબનું એડવાન્સ બુકીંગ કરી શકશે. કેબ સર્વિસમાં બેઝ રેટ પર લકઝરી કાર સર્વિસની ઓફર જેવા ઇન્સેન્ટીવ પણ મળવાની શકયતા છે. જેટ એરવેઝના વાઇસ પ્રેસીડન્ટ (માર્કેટીંગ, ઇ-કોમર્સ અને ઇનોવેશન્સ) જણાવ્યા અનુસાર વાટાઘાટ હજુ પ્રારંભીક તબક્કામાં છે.

અન્ય બજેટ એરલાઇન આવી જ સર્વિસ માટે My Taxilndia સાથે ચર્ચામાં છે. જેટે વેબસાઇટ પરના પ્રાઇસિંગ ટૂલમાં પણ મોટો ફેરફાર કર્યો છે. એરલાઇન્સ અગાઉની તુલનામાં છ ગણા વધુ ટ્રાવેલ પોઇન્ટ અને કેટલાક બકેટ્સમાં વધુ માઇલ્સ પૂરા પાડી રહી છે. હરીફ વિસ્તારા તેની વેબસાઇટ પર તાજ હોટેલ્સ રિસોર્ટ્સ એન્ડ પેલેસિસની પ્રોપર્ટી ઓફર કરે છે. ઉપરાંત, વેબસાઇટ અને મોબાઇલ એપ બુકિંગ્સ પર કલબ વિસ્તારાના ર૦૦ પોઇન્ટ તેમજ વેબસાઇટ બુકીંગ અને એપ-ચેક-ઇન્સ પર ૧૦૦ બોનસ પોઇન્ટ મળે છે. સ્પાઇસજેટે વિદ્યાર્થી અને સિનિયર સીટીઝન માટે ડિસ્કાઉન્ટ શરૂ કર્યું છે.

ભારતમાં ઇન્ટરનેટના વ્યાપ અને ખાસ કરીને મોબાઇલના વપરાશમાં વૃદ્ધિને કારણે ભારતીયોમાં ઓનલાઇન શોપીંગનો ટ્રેન્ડ વધ્યો છે. ટ્રાવેલિંગ સેકટર પણ અલગ નથી. કેટલા લોકો ટ્રાવેલ મેનેજમેન્ટ વેબસાઇટસમાંથી વ્યકિતગત એરલાઇન કે હોટેલની વેબસાઇટ તરફ વળ્યા છે. એજન્ટસને બદલે ટિકિટનું સીધું વેચાણ કરવાની એરલાઇન્સને ખર્ચમાં ફાયદો થાય છે.