એલોવેરાથી થતા ફાયદા - Sandesh

એલોવેરાથી થતા ફાયદા

 | 4:41 am IST

‘એલોવેરા’ આજે સૌંદર્યને કાયમ રાખવા માટે ઔષધિનાં રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એલોવેરાના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ એલોવેરાનો રસ લગાડવામાં આવે છે.

એલોવેરાના ફાયદા :  

  • એલોવેરાનાં પાનનાં રસમાં થોડી માત્રામાં નારિયેળનું તેલ મિક્સ કરીને કોણી, ઘૂંટણ અને એડિ પર લગાડીને થોડીવાર બાદ ધોઈ લેવું. આનાથી ત્વચાની કાળાશ દૂર થાય છે.
  • સવારે ઊઠીને ખાલી પેટ એલોવેરાના પાનનું સેવન કરવાથી પેટમાં કબજિયાત થવાની સમસ્યાથી મુક્તિ મળે છે.
  • ગુલાબજળમાં એલોવેરાનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચાની કોમળતા જળવાઈ રહે છે.
  • એલોવેરાનાં પલ્પમાં મુલતાની માટી કે ચંદનનો પાવડર મિક્સ કરીને લગાડવાથી ત્વચા પરના ખીલ, ફેલ્લી વગેરે મટી જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.