એસી ઓફિસમાં કોરોનાના ચેપની શક્યતા વધુ - Sandesh
  • Home
  • Newspaper
  • એસી ઓફિસમાં કોરોનાના ચેપની શક્યતા વધુ

એસી ઓફિસમાં કોરોનાના ચેપની શક્યતા વધુ

 | 3:30 am IST

  • એક જ જગ્યા પર કલાકો સુધી સમય પસાર કરનારાઓમાં પણ કોરોનાનંુ સંક્રમણ
  • કોરોનાના અત્યાર સુધી કેસમાં પાલિકાએ કરેલા વિશ્લેષણમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો

સુરત

એસી ઓફિસમાં કામ કરનારાઓમાં કોરોનાના સંક્રમણની શક્યતા વધુ હોવાનંુ બહાર આવ્યું છે. જેથી એસી ઓફિસમાં પણ હવાની  અવરજવર માટે વેન્ટિલેશનની સુવિધા રાખવામાં આવે તેવી ખાસ અપીલ પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ કરી છે.

પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતંુ કે શહેરમાં મળી આવેલા કોરોનાના કેસનું વિશ્લેષણ કરતા એસી ઓફિસમાં કામ  કરનારા, હોટલના હોલમાં એસી ઓફિસમાં પાર્ટી કે લગ્ન કરનારાઓમાં કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ હોય છે. કારણ કે એક જગ્યા  પર સૌથી વધુ સમય પસાર કરવાની સાથે સાથે એસી હોવાથી કોરોના ફેલાવો વધી જાય છે. તેના માટે હવાની અવરજવર હોય તે પ્રમાણેની  વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ. સાથે સાથે એક જ જગ્યા પર એકથી વધારે લોકો સાથે સમય પસાર કરવામાં આવે તો પણ કોરોનાનો ચેપ  લાગતો હોય છે. તેના કારણે ગીચતા હોય, સાંકડી શેરી હોય અથવા તો ઓફિસમાં બેસીને કલાકો સુધીનો સમય પસાર કરવાનો હોય તેવા  કિસ્સામાં ફરજિયાત માસ્ક પહેરવામાં આવે તો કોરોનાના ચેપથી બચી શકાય છે.

રિંગરોડ અજંટા શોપિંગ સેન્ટરની ૨૭ દુકાન બંધ

કોરોના મહામારીને અટકાવવા માટે બહાર પાડેલા નિયમોનંુ પાલન નહીં કરનારાઓ સામે પાલિકાએ અભિયાન શરૂ કર્યુ છે. તે અંતર્ગત  ટેક્સ્ટાઇલ માર્કેટમાં સોમવારથી શરૂ કરાયેલી ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત્ રાખવામાં આવી હતી. તેમાં અજંટા શોપિં%E-7/CJ8ث%<7 8% B%5Aa9f0,AA!BL2'A%AM$0$aIdB] %bh ݔ_`*"62Gનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;