એસ.ડી. બર્મનેે કહ્યું, ગાના ગરબડ હૈ, દુબારા રેકોર્ડ કરતે હૈં! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • એસ.ડી. બર્મનેે કહ્યું, ગાના ગરબડ હૈ, દુબારા રેકોર્ડ કરતે હૈં!

એસ.ડી. બર્મનેે કહ્યું, ગાના ગરબડ હૈ, દુબારા રેકોર્ડ કરતે હૈં!

 | 4:49 am IST
  • Share

  1957માં દેવ આનંદ અને નૂતનને ચમકાવતી ફ્લ્મિ પેઇંગ ગેસ્ટ આવી હતી. ફ્લ્મિના નિર્માતા હતા શશધર મુખરજી અને દિગ્દર્શક હતા તેમના ભાઈ સુબોધ મુખરજી. ફ્લ્મિના સંગીતકાર સચિનદેવ બર્મન હતા અને ગીતકાર હતા, મજરૂહ સુલતાનપુરી. બે વર્ષ પહેલાં દેવ આનંદની ફ્લ્મિ મુનિમજીમાં સચિનદેવ બર્મને પહેલી જ વખત સંગીત આપ્યું હતું અને તે દેવ આનંદ તથા ભાઈઓને ગમી ગયું હતું. એટલે દેવ આનંદ સચિનદેવ બર્મનને સંગીત આપવા ભલામણ કરતો રહેતો હતો

આ ફ્લ્મિનું એક ગીત છે

છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા… 

હોઓઓ છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા 

હાહાહા ઈન અદાઓં કા ઝમાના ભી હૈ દીવાના દીવાના ક્યા કહેગા… 

ગીતમાં દેવ આનંદ અને નૂતનનાં તાજગીભર્યાં નખરાં ખરેખર મન મોહી લે છે. ગીત કિશોર કુમાર અને આશા ભોસલેએ ગાયું છે. આ એ સમય હતો જ્યારે સચિનદેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે ગેરસમજના કારણે અહ્મનો ટકરાવ થઈ ગયો હતો. લતાએ સચિનદેવ બર્મનના રેકોર્િંડગ પર સમયસર હાજર થવાનું છોડી દીધું હતું. જવાબમાં સચિનદેવ બર્મને લતાને બદલે આશા ભોસલે પાસે ગીતો ગવડાવવા માંડયાં હતાં. બધા માને છે કે આશા ભોસલેની કરિયર ઓ. પી. નૈયરે પરવાન ચઢાવી છે, પરંતુ સાવ એવું નથી, આશાને શરૂઆતના બધા મોટા બ્રેક સચિનદેવ બર્મને આપ્યા છે. અને સંજોગવશાત્ એ બધાં ગીતો હિટ થયાં છે

પેઇંગ ગેસ્ટનાં બે ગીતો સચિનદેવ બર્મને લતા મંગેશકર પાસે જ ગવડાવ્યાં હતાં. ચાંદ ફ્રિ નિકલામગર તુમ ન આયેઅને ચુપકે ચુપકેરૂકતે રૂકતેઆ બંને ગીતો લતાના અવાજમાં છે. એ પછી કિશોર સાથેનાં બંને યુગલગીત આશા ભોસલે સાથે છે

છોડ દો આંચલગીતનાં પાંચ રિહર્સલ થયાં હતાં. એ પછી ફઈનલ રેકોર્િંડગ કરવામાં આવ્યું. એ સમયે રેકોર્િંડગની સગવડ આજના હિસાબે સાવ પછાત હતી એટલે એક જ ટેકમાં આખું ગીત રેકોર્ડ કરવામાં આવતું હતું. ભૂલ પડે તો આખું ગીત ફ્રીથી રેકોર્ડ કરવું પડતું હતું

આખું ગીત રેકોર્ડ થઈ ગયું. કિશોરકુમાર અને આશા ભોસલે પોતપોતાના ઘેર જતાં રહ્યાં. પછી સચિનદેવ બર્મને આખું ગીત નિરાંતે સાંભળ્યું તો તેમને લાગ્યું કે કિશોરકુમારનો અવાજ બરાબર સ્પષ્ટ અને પ્રબળ છે, જ્યારે નૂતનની પર્સનાલિટી મુજબ આશાનો અવાજ બરાબર ખૂલીને આવ્યો નથી. તેમણે આશાને ફેન કર્યો કે ઈસ ગાને મેં બહોત ગરબડ હૈ. તુમ્હારી આવાઝ ઠીક નહીં આઈ હૈ. હમ કો ફ્રિ સે રેકોર્ડ કરના હોગા.  

આશા ભોસલેએ કહ્યું, ઠીક હૈ સચિનદા, કર લેતે હૈં

ગીત ફ્રી રેકોર્ડ કરવાની તારીખ નક્કી કરવામાં ભારે ગરબડ થતી રહી. કિશોર પાસે ડેટ હોય તો આશાનો મેળ ન પડે અને આશા હા પાડે તો કિશોરનો મેળ ન પડે. ફ્લ્મિ રિલીઝ કરવાની તારીખ આવી ગઈ. આખરે શશધર મુખરજીએ કહ્યું, સચિનદા, ગાના ફ્રિ રેકોર્ડ નહીં હો રહા હૈ તો ઈસી કો જાને દો

સચિનદેવ બર્મને કમને એ નબળું ગીત જવા દેવું પડયું. આશા ભોસલેનાં નસીબ ગણો, દેવ આનંદ નૂતનનાં નસીબ ગણો કે સુબોધ મુખરજીનાં નસીબ ગણો, આ ફ્લ્મિ સુપરહિટ થઈ ગઈ. છોડ દો આંચલ ગીત પણ હિટ થઈ ગયું. અલબત્ત, આજે પણ આ ગીત સાંભળીએ તો સચિનદેવ બર્મનની વાત સમજાય છે. આશાનો અવાજ ખરેખર નબળો રહી ગયો હોવાની ખાતરી થાય છે, પરંતુ પડદા ઉપર ભોળપણભરી છેડછાડના કારણે ગીત હિટ થઈ ગયું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો