એ જાંબાઝોએ ભગવાન બનાવ્યા નહિ પણ ખુદ ભગવાન બની ગયા - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • એ જાંબાઝોએ ભગવાન બનાવ્યા નહિ પણ ખુદ ભગવાન બની ગયા

એ જાંબાઝોએ ભગવાન બનાવ્યા નહિ પણ ખુદ ભગવાન બની ગયા

 | 1:55 am IST

ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી

Is there a creator? શું કોઈ સર્જનહાર છે? ભગવાન છે? ભગવાન હોઈ શકે? ભગવાનની જરૂર છે? એક જ મૂળના આ પાંચ સવાલો વાંચીને એવું લાગતું હોય કે આ લેખમાં ગંભીર અને બગાસાંખાઉં બોરિંગ વાતો થવાની છે તો હજુ એક વખત વિચારજો. અહીં વાત ધાર્મિક તો નથી, સાથે ફ્લિસ્રિંફ્ીની પણ નથી જ. વાત છે અડધી દુનિયામાં સુપરહીટ જનારી એક અમેરિકન સિરીઝ-સિરિયલ વિશે. અદભૂત મુવીઝ બનાવનાર ટીમે કાબીલેદાદ સિરિયલ બનાવી છે જેની પાંચમી સીઝન હમણાં જ પૂરી થઇ. ભારતમાં ઓછી જાણીતી એ જબરદસ્ત સિરીઝ વિષે વાત કરવી છે પણ એની પહેલા થોડું બ્રેઈન સ્ટોર્મિંગ જરૂરી છે માટે આપણે આપણા શરૂઆતી સવાલ ઉપર પરત ફ્રીએ. શું almighty ની જરૂર છે ખરી? આ દુનિયા ટકી રહી એનું કારણ ભગવાન છે? કે પછી ભગવાન છે એવો લોકોના મનમાં ભ્રમ છે તેના કારણે બધું સ્ટેબલ છે? આ બધા આંટીઘૂંટી વાળા સવાલોનો અછડતો અંદાજ મેળવવા માટે એક સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન થવો જોઈએ. શું ભગવાન છે? અને જો હા, તો હાઉ? કઈ રીતે? ક્યાં? જો ખરેખર ભગવાન હોય તો શું થાય? આ સવાલનો ઉત્તર મેળવવા માટે ધાર્મિક પુસ્તકોથી લઇને વિજ્ઞાાન સુધી માથાપચ્ચી કરી શકાય પણ કોંક્રીટ રિઝલ્ટ મેળવવું હોય તો એક સોલીડ પ્રયોગ કરવો પડે. કેવો પ્રયોગ? લેટ્સ મેક ગોડ. ચલો, આપણે ખુદ ભગવાન બનાવીએ અને તપાસીએ.  

દરેક કલ્ચરના લોકો પાસે પોતાનો ધર્મ છે, પોતાના માનીતા ભગવાન છે. ધર્મ અને તેના રીતિરિવાજો જુદા હશે પણ કોઈ પણ આસ્તિકના મનમાં એ જ કન્સેપ્ટ છે કે, ”કોઈ એક મહાશક્તિશાળી આ બ્રહ્માંડમાં છે જે આપણી ઉપર રહે છે. આમ એ ભલે સર્વત્ર કહેવાય પણ તે સર્વજ્ઞા પણ છે કારણ કે ઉપરથી આપણને બધાને જુવે છે. અને જો આપણે એમણે સર્જેલા ધર્મમાં બતાવેલા નીતિનિયમો તોડયા તો એમની પાસે એક લાંબુ લિસ્ટ છે. કયા પાપ માટે કઈ સજા આપવી તેનું લિસ્ટ. નર્ક કહેવાતી એક એવી જગ્યા રાખી છે જ્યાં દરેક માણસને તેના કર્મની સજા મળી શકે.આ છે ભગવાનનો કન્સેપ્ટ, સરેરાશ માનવીના દિમાગમાં. હવે પ્રયોગ કરવા માટે આ કન્સેપ્ટની જે કરોડરજ્જુ છે તે આપણે હાથમાં લેવી પડે. અવતરણ ચિહનમાં લખેલા શબ્દો ફ્રીથી વાંચશો તો એની સ્પાઈનલ કોર્ડ પકડાઈ જશે અને તે છે, ”ભગવાન આપણને બધાને ક્યાંકને ક્યાંકથી જોઈ રહ્યા છે”. યસ, જો ભગવાન આપણને જોતા જ ન હોત, તેમને જો ખ્યાલ જ ન હોત કે આપણે શું કમઠાણ કરી રહ્યા છીએ; આપણે આજે ખરાબ ઈરાદાથી છાપામાં આવેલા હિરોઈનનો ફેટો જોયો એ એમને ખબર જ ન હોત તો ડર જ ન રહે, અને તો ભગવાન છે જ નહિ એવું કહી શકાય, તાર્કિક રીતે. બરાબર? અર્થાત ભગવાન ચોવીસે કલાક આપણે વિતાવેલી દરેક સેકન્ડનો હિસાબ રાખી રહ્યા છે. ધેરફેર, જે આપણી ઉપર સતત વોચ રાખી શકે તેને તાત્વિક રીતે ભગવાન કહી શકાય. ધેન લેટ્સ મેક ઈટ. પ્રયોગની શરૂઆત કરીએ અને એ પ્રયોગ માટે એક શહેરને લેબોરેટરી બનાવીએ. એ શહેરના દરેક લોકોને ચોવીસે કલાક જોવાના, ચોવીસે કલાક એમની દરેક હિલચાલ પર નજર રાખવાની, ‘ઉપરના ભગવાન શું કરે છે?’-ના કન્સેપ્ટની જેમ. અને એ ચોવીસે કલાકના ક્લોઝ સર્વેલન્સમાં જો કંઇક અસામાન્ય દેખાય તો એ માણસને પકડી પાડવાનો, કે તું ભાઈ ક્રાઈમ કરવા કેમ જાય છે? તેમની ઉપર કોઈક હુમલો થવાનો હોય અથવા તે હુમલો કરવાનો હશે તેની તેના ચોવીસે કલાકના નજીકના નિરીક્ષણ પછી ખબર પડી જશે. દાખલા તરીકે, રસોડામાં ક્યારેય પગ ન મુકતા છગનભાઈ, હમણાં જ દેવાળિયા થઇ ગયા છે તે માહિતી આપણને તેના બેંક બેલેન્સ પરથી ખબર પડી. તેઓ બે મહિના પહેલા વ્યાજે રૂપિયા આપતા અઠંગ ગુંડાના ઘર બાજુ દેખાયેલા અને આજે તેમણે મોલમાંથી બહુ મોટી છરી ખરીદી તેવું મોલના મેનેજરે જાણ કરી. તો સ્વાભાવિક છે કે તેમને રૂપિયા ધીરનારનું ખૂન કરવા છગનભાઈ જઈ રહ્યા છે. તો છગનભાઈ ઘટનાસ્થળે પહોચે તેની પહેલાં જ આપણે પહોચીને પ્રોબેબલ ખૂનીને રોકી પાડવાનો. આ થયું પ્રયોગનું મોડેલ. થોડો સમય કોઈ એક શહેરમાં આ રીતે ટેકનોલોજીની મદદથી ભગવાન બનાવીને જોઈએ અને લોકોને મોટા મોટા ક્રાઈમ કરતા રોકીએ. જોઈએ, આ નવા ભગવાનનો પ્રયોગ કેવોક ચાલે છે અને તેની સમાજજીવન ઉપર અસર શું પડે છે?  

કેવો લાગ્યો કન્સેપ્ટ, વિરાટવાચકો? આ મધ્યવર્તી વિચાર ઉપર ૨૦૧૧માં એક અમેરિકન સિરીઝ ચાલુ થઇ જેનું નામ છેઃ Person of Internet. આ જ કોલમમાં અગાઉ પ્રિયંકા ચોપરા વાળા લેખમાં વાત કરેલી કે ત્યાંની સિરીઝનો એક એક એપિસોડ અહીં બનતાં મુવી કરતા પણ ક્વોલિટીની દ્રષ્ટિએ બેહતર હોય છે. પરદેશી ફ્લ્મિો અને સિરીઝના શોખીન હશો તો સહમત થશો. ત્યાં સાસુ-વહુ અને બાળવધૂ જેવી સિરિયલોનો ટ્રેન્ડ નથી, અને જે સિરિયલોનો ટ્રેન્ડ છે એ તો ભગવાનની જેમ પૂજાય છે ત્યાં. ગેમ ઓફ્ થ્રોન્સની નવી સિરીઝ ચાલુ થાય એટલે દરેક અમેરિકન એની જ વાતો કરતો હોય. આપણે જે સિરીઝની વાત કરીએ છીએ તે એટલે કે પર્સન ઓફ્ ઇન્ટરેસ્ટ સિરીઝ આર્િટફિશિયલ ઇંટેલીજન્સ ઉપર મેઈનસ્ટ્રીમમાં થયેલું ઉત્તમોત્તમ કામ છે. આપણો સ્માર્ટફેન પણ આર્િટફિશિયલ ઇંટેલીજન્સ-છૈંનો નમુનો છે. થોડાક વર્ષો પછી છૈં આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવવાની છે એની ખાતરી રાખજો.

Person of internet છે શું? ૯/૧૧ ના ગોઝારા દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હવાઈ હુમલો થયો તેના પછી ફ્ક્ત અમેરિકા જ નહિ આખી દુનિયા બદલાઈ ગઈ છે. વિશ્વ એક નવા યુગમાં પ્રવેશ્યું. ભવિષ્યમાં આવો હુમલો ન થાય તેના માટે એક હાઈટેક સિસ્ટમ સ્થાપવાનું વિચાર્યું. એક એવી કૃત્રિમ બુદ્ધિમતા, એક એવું મેગા સુપર-કમ્પ્યુટર, જે એકોએક અમેરિકનની હિલચાલ ઉપર નજર રાખે. CCTV કેમેરાને કારણે અને બધું જ ઓનલાઈન હોવાના કારણે દરેક વ્યક્તિની ઝીણામાં ઝીણી વિગત સરકાર મેળવવા મંડી.

પણ કરોડો લોકોનું આટલું સુક્ષ્મ નિરીક્ષણ માણસો ન કરી શકે. માટે એક મહામેઘાવી છૈં ધરાવતું જાયન્ટ કમ્પ્યૂટર બનાવવામાં આવ્યું, જે દરેક વ્યક્તિની આવી બધી માહિતીને મેળવી, તેને એનેલાઇઝ કરીને તેના ઓપરેટરને આપે. જેથી આતંકવાદીને પહેલેથી પકડી શકાય. પણ પ્રોબ્લેમ એ થયો કે તે મશીનઆતંકવાદી સાથે સામાન્ય ગુનો કરવાવાળા ખૂની, બળાત્કારી, ફ્રોડ, ચોરચક્કાના નંબર પણ આપવા મંડયું. હવે એ મશીન બનાવવાવાળા ધર્મસંકટમાં મુકાયા કે શું આ ગુનેગારો પ્રત્યે આંખમીચામણા કરવા? ફ્ક્ત આતંકવાદીઓ ઉપર જ ધ્યાન આપીએ અને સમાજના ગુનેગારોને ન રોકીએ, શું એ નૈતિક વાત છે? પણ સરકારને ફ્ક્ત આતંકવાદીઓમાં જ રસ હતો. એટલે સરકાર જાણતી હોવા છતાં નજરઅંદાજ કરી રહી હતી, નિર્દોષ નાગરિકોને રંજાડાવા દેતી હતી. માટે ત્રણ-ચાર જાબાંઝ માણસો એ ગુનેગારોને રોકે છે. ઇન શોર્ટ, ધે આર એક્ટિંગ ગોડ. તેઓ અજાણપણે ભગવાન બનીને ભગવાનનો રોલ અદા કરી રહ્યા છે. હવે? શું એનાથી સમાજમાં અવ્યવસ્થા ન સર્જાય? વર્ષો જૂની સ્થાપિત માનવ સંસ્કૃતિ હલબલી ન જાય? 

ઇન્ટરસ્ટેલર, બેટમેન-ડાર્ક નાઈટ જેવી રેકોર્ડબ્રેકર મુવીના લેખક, અને ડાયરેક્ટર ક્રિસ્ટોફ્ર નોલાનનો નાના ભાઈ જોનાથન નોલાને સ્ટાર વોર્સવાળા જે જે અબ્રામ્સ સાથે મળીને આ પ્લોટ ઉપર ૧૦૦ કરતા વધુ એપિસોડ ધરાવતી મેરેથોન સિરિયલ Person of Interest બનાવી. આર્િટફિશિયલ ઇંટેલીજન્સ જેવા ટેકનીકલ સબ્જેક્ટને લઇને જે ઊંચાઈ ઉપર ગયા છે તેઓ તે સ્ટેન્ડિંગ ઓવેશનને લાયક છે. અમેરિકામાં આ જ થઇ રહ્યું છે અને આપણી સાથે આ જ થવાનું છે. આપણને એમ છે કે આપણા મેસેજીઝ કોઈ વાંચતું નથી કે આપણી પ્રાઈવસી સિક્યોર છે, પણ ના. એવું નથી. તમારી લાઈફ્નું કંઈ જ છૂપું નથી. ત્રીસ વર્ષ પછી દુનિયાના દરેક વડાપ્રધાન માર્ક ઝુકરબર્ગને પગે લાગતા હોઈ શકે છે! તમારી દરેક ડીટેલ છુપી નથી. ઇન શોર્ટ, અમુક લોકો પોતે ભગવાન બની ગયા છે. હવે આવી સ્થિતિમાં શું થાય? તમે ગેસ કરશો એ ખોટું પડશે. જો થોડા માણસો આવી રીતે ભગવાન બને ને તો બીજી ભગવાન પેદા થાય. સામસામે બે ભગવાન આવી જાય તો? આવી બીજી ઘણી વાતો, Person of Interest ની ઘણી વાતો આવતા બુધવારે. ત્યાં સુધી વિચારો કે જો તમને ખબર પડે કે કોઈ નવો જ ગોડ માર્કેટમાં આવીને તમારી ઉપર સતત વોચ રાખી રહ્યો છે, તો તમે તમારી લાઈફ્સ્ટાઈલમાં શું બદલાવ લાવશો? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન