ઓટો, IT અને મેટલના સપોર્ટથી સતત પાંચમા દિવસે સુધારો જળવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઓટો, IT અને મેટલના સપોર્ટથી સતત પાંચમા દિવસે સુધારો જળવાયો

ઓટો, IT અને મેટલના સપોર્ટથી સતત પાંચમા દિવસે સુધારો જળવાયો

 | 4:55 am IST
  • Share

નિફ્ટીએ 18150ની સપાટી પાર કરી જ્યારે સેન્સેક્સમાં 61 હજારથી 300થી ઓછા પોઈન્ટસનું છેટું

ભારતીય શેરબજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફેર્મન્સ દર્શાવતાં સતત પાંચમા સત્રમાં સુધારો જાળવી રાખ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 453 પોઈન્ટ્સ ઊછળી 60737 પર જ્યારે નિફ્ટી 170 પોઈન્ટસ ઊછળી 18162ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટને ઓટોમોબાઈલ કાઉન્ટર્સ તરફ્થી મજબૂત સપોર્ટ સાંપડયો હતો. જ્યારે આઈટી અને મેટલ સ્ટોક્સે પણ સારો દેખાવ દર્શાવ્યો હતો.

મંગળવારે યુએસ બજારમાં નરમાઈ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. જોકે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી સુધરતું રહ્યું હતું અને તેણે દિવસ દરમિયાન નવી ટોચ દર્શાવી હતી. બુધવારે તાતા જૂથના શેર્સમાં સાર્વત્રિક ઉછાળો જોવા મળતો હતો. જૂથની અગ્રણી કંપનીઓના શેર્સ ટકાવારીની રીતે દ્વિઅંકી ઉછાળા સાથે તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ઓટો કાઉન્ટર્સમાં તાતા મોટર્સ ઉપરાંત અશોક લેલેન્ડ 5.28 ટકા, એમએન્ડએમ 5 ટકા, ભારત ફેર્જ 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. આઈટી ક્ષેત્રે મીડ-કેપ કાઉન્ટર્સમાં સારો સુધારો જોવા મળતો હતો. જેમાં માઈન્ડટ્રી 2.31 ટકા, એલએન્ડટી ઈન્ફેટેક 2.2 ટકા અને વિપ્રો 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.

માર્કેટમાં તેજી બ્રોડ બેઝ જોવા મળી હતી. જોકે લાર્જ-કેપ્સમાં તોફન વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં સુધારો મધ્યમસરનો જળવાયો હતો બીએસઈ ખાતે 3476 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1760 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1578 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળતાં હતાં. 138 કાઉન્ટર્સે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. 399કાઉન્ટર્સ ઉપલી ર્સિકટ્સમાં જ્યારે 247 કાઉન્ટર્સ લોઅર ર્સિકટ્સમાં જોવા મળતાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.54 ટકા ઉછળી 32294ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો