ઓડિટરના રોટેશન બાબતે કોર્પો. સેક્ટરની આનાકાની - Sandesh
  • Home
  • Business
  • ઓડિટરના રોટેશન બાબતે કોર્પો. સેક્ટરની આનાકાની

ઓડિટરના રોટેશન બાબતે કોર્પો. સેક્ટરની આનાકાની

 | 3:35 am IST

મુંબઈ, તા. ૨૦ 

ઓડિટરના રોટેશન માટે કોર્પોરેટ સેકટર તૈયાર નથી. નવા કંપનીઝ એકટની કલમ ૧૩૯ મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મુડી ૨૦ કરોડ રૂપિયા અને એના કરતા વધારે હોય અને ૧૦ વર્ષના સમયગાળાથી એમના ઓડિટર એના એ જ હોય એવી કંપનીઓએ ૨૦૧૬-૧૭થી ઓડિટર બદલવા પડશે. આ જોગવાઈ ૧ એપ્રિલ ૨૦૧૪થી અમલી બની છે. આ કંપનીઓને ઓડિટર બદલવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે.  ગ્રાન્ટ થોર્ટન ઈન્ડિયાએ પ્રાઈમ ડાટાબેઝના સહયોગમાં હાથ ધરેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૮૨ ટકા જેટલી કંપનીઓએ આ માટે પ્લાનીંગ ચાલુ કરવાનું બાકી છે. અથવા તો બોર્ડ સાથે કરેલી ચર્ચા મુજબ ઇનફોર્મલ પ્લાન તૈયાર કર્યો છે. માત્ર ૧૮ ટકા કંપનીઓએ જ નવા ઓડિટરની નિમણૂક કરી છે અથવા આ માટેનો પ્લાન તૈયાર કર્યો છે. કંપનીઓ આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી તો પણ ૭૮ ટકાનું માનવું છે કે ઓડિટરોના રોટેશનની જોગવાઈ યોગ્ય દિશાનું પગલું છે. આને કારણે ફાઇનેન્શિયલ રિપોર્ટીંગમાં સુધારો થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ૧૪૮૦ કંપનીઓમાંથી વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં માત્ર ૧૩૧ કંપનીઓએ એમના ઓડિટર્સ બદલ્યા છે. અગ્રણી ઓડિટર કંપનીઓ સરકારને ઓડિટર રોટેશનના અમલીકરણમાં વિલંબ કરવા માટે જણાવી રહી છે.