NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઓલપાડ તાલુકામાં ૩૪૨૭ જેટલા ભૂલકાઓને શાળા પ્રવેશ અપાયો

ઓલપાડ તાલુકામાં ૩૪૨૭ જેટલા ભૂલકાઓને શાળા પ્રવેશ અપાયો

 | 3:00 am IST

  • વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા

સાંધીએર, તા. ૧૩

ઓલપાડ તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ત્રણ દિવસ ઉજવાયેલા શાળા પ્રવેશ તથા કન્યા કેળવણી રથયાત્રા અભિયાન માટે કુલ ૧૭ રૃટો નક્કી કરી દૈનિક ૪૨ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.

જ્યારે તાલુકાની ૧૨૨ પ્રા.શાળાઓના ધો-૧ માં ૫૮૭ કુમારો તથા ૫૯૪ કન્યાઓ મળી કુલ ૧૧૮૧ ભૂલકાઓ, આંગણવાડીઓમાં ૨૪૧ કુમારો તથા ૨૪૦ કન્યાઓ મળી કુલ ૪૮૧ કુલ ભૂલકાઓ તથા ધો-૯ માં ૯૭૪ કુમારો તથા ૭૯૧ કન્યાઓ મળી કુલ ૩૪૨૭ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરત સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે રાજ્ય સરકારના આ કાર્યક્રમ થકી રૃા.૮,૮૪,૬૬૨ જેટલી માતબર રકમનું દાન વસ્તુ સ્વરૃપે તથા રૃા.૯૬,૩૫૨ રોકડ રકમનું દાન દાતાઓ તરફથી મળતા સરકારના આ કાર્યક્રમમાં દાતાઓએ લોક ભાગીદારી કરવા બદલ દાતાઓને અભિનંદન આપું છું.

જ્યારે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે  તાલુકાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.

આ પ્રસંગે વૃક્ષારોપણ,તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ, પાઠયપુસ્તક, શૈક્ષણિક કીટ, ગણવેશ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

;