ઓલપાડ પંચાયતે મરણોત્તર ક્રિયા માટે ૨૭ પરિવારોને સહાય આપી - Sandesh
  • Home
  • Surat
  • ઓલપાડ પંચાયતે મરણોત્તર ક્રિયા માટે ૨૭ પરિવારોને સહાય આપી

ઓલપાડ પંચાયતે મરણોત્તર ક્રિયા માટે ૨૭ પરિવારોને સહાય આપી

 | 8:40 pm IST

સાંધીએર, તા. ૨૨

ઓલપાડ તાલુકા પંચાયતે તાલુકાના જુદાજુદા ગામોમાંથી મૃત્યુ પામેલા ૨૭ ગરીબ પરિવારોને તેમના સ્વજનના મૃત્યુ બાદ ક્રિયાપાણી વિધિ માટે સહાય ચેકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ તા.પં.કચેરીમાં રાખવામાં આવતા ૫૪ હજારની સહાયના ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા.

ઓલપાડ તાલુકાના સાંધીએર, પરિયા, કમરોલી, વિહારા, ઉમરા, ભારુંડી, પારડી ઝાંખરી, માધર, દેલાડ, મોર, ખલીપોર, એરથાણ, મંદરોઇ, ભાદોલ, અંભેટા તથા ઓલપાડ ટાઉન મળી કુલ ૧૬ ગામોના ૨૭ ગરીબ શખ્સ મોતને ભેટતા તેમના પરિવારજનોને મરણોત્તર ક્રિયા પાણી માટે સુ.જિ.પંચાયતના સ્વભંડોળમાંથી મળેલી ગ્રાન્ટમાંથી રૃા.૨૦૦૦ લેખે ૨૭ પરિવારજનોને કુલ રૃા.૫૪,૦૦૦ની સહાયના ચેકોનું વિતરણ તા.પં.પ્રમુખ યોગેશ પટેલ, તા. પં. સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ગુણવંત રાઠોડ તથા તા.ંપં.સિથાણ સીટના સભ્ય દિપેશ ડી.પટેલના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલપાડ તા.પં.પ્રમુખ યોગેશ પટેલે પરિવારજનોના દુઃખમાં સહભાગી બની સદ્ગતના આત્માઓને ચિર શાંતિ માટે પ્રાર્થના કરતા જણાવ્યું કે સુ.જિ.પં.તાલુકાના હયાત ગરીબ પરિવારોના કલ્યાણ માટે તો સતત ચિંતિત છે જ, પરંતુ આવા પરિવારમાંથી જો કોઇ સ્વજનનું અકાળે અવસાન થાય તો તેમના દુઃખમાં સહભાગી બની તેમની મરણોત્તર ક્રિયા વિધિ ખર્ચ માટે રૃા.૨૦૦૦ ની સહાય કરે છે. આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગુણવંત રાઠોડ તથા સિથાણ સીટના સભ્ય દિપેશ પટેલે જણાવ્યું કે સુ.જિ.પં.ગરીબ પરિવારોના કલ્યાણ તથા તેમના દુઃખદ પસંગે પણ સહભાગી બની માનવતાના ધોરણે તેમના સ્વભંડોળમાં ગરીબો માટે બજેટમાં સહાયની જોગવાઇ કરે છે, તે ખરેખર બિરદાવવાને પાત્ર છે.