ઓસ્ટેલિયાની ઝંઝાવાતી બોલિંગ સામે પહેલા દિવસે જ શ્રીલંકા 117માં ખખડ્યું - Sandesh
  • Home
  • Sports
  • ઓસ્ટેલિયાની ઝંઝાવાતી બોલિંગ સામે પહેલા દિવસે જ શ્રીલંકા 117માં ખખડ્યું

ઓસ્ટેલિયાની ઝંઝાવાતી બોલિંગ સામે પહેલા દિવસે જ શ્રીલંકા 117માં ખખડ્યું

 | 7:39 pm IST

ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ અને સ્પિનર નાથન લિયોનની વેધક બોલિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૧૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવી ૬૬ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા હજુ ૫૧ રન પાછળ છે અને તેની આઠ વિકેટ બાકી છે.

ટોસ જીતી પ્રથમ બેટિંગમાં ઊતરવાનો શ્રીલંકાનો નિર્ણય ઓસ્ટ્રેલિયન બોલરોએ ખોટો સાબિત કર્યો હોય તેમ લંચ સુધીમાં પાંચ વિકેટ ઝડી શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી ધીધું હતું. મીડલ ઓર્ડરમાં ડી સિલ્વા અને કુસલ પરેરાએ ૨૦ રન બનાવ્યા હતા. લંચ બ્રેક બાદ બંને આઉટ થતાં શ્રીલંકાનો ધબડકો થયો હોય તેમ સમગ્ર ટીમ ૧૧૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવૂડે ૨૧ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે નાથન લિયોને ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને ઓ કેફેને પણ ૨-૨ વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી અને શરૂઆતી ચાર ઓવરમાં જ પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. વરસાદને કારણે પ્રથમ દિવસની રમત ટી બ્રેક સુધી જ રમાઈ હતી. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ખ્વાજા અને સ્મિથે ટીમને સંભાળતાં સ્કોર બે વિકેટે ૬૬ રન થયો છે. ટી બ્રેક બાદ વરસાદને કારણે રમત શક્ય બની શકે તેમ ન હોવાથી પ્રથમ દિવસ પૂર્ણ જાહેર કરાયો હતો. ઉસ્માન ખ્વાજા ૨૫ રને અને સ્મિથ ૨૮ રને રમતમાં હતા. શ્રીલંકા તરફથી પ્રદીપ અને હેરાથે ૧-૧ વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન