ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ કંપનીએ ધોનીના દાવાને ફગાવ્યો - Sandesh
  • Home
  • Sports
  • ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ કંપનીએ ધોનીના દાવાને ફગાવ્યો

ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ કંપનીએ ધોનીના દાવાને ફગાવ્યો

 | 3:31 am IST

નવી દિલ્હી, તા. ૨૦

ટીમ ઇન્ડિયાના સીમિત ઓવરોના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અત્યારે ક્રિકેટથી દૂર આરામ ફરમાવી રહ્યો છે પરંતુ ઓસ્ટ્રેલિયાની એક સ્પોર્ટ્સ કંપનીને કરાણે ધોની ટેન્શનમાં છે. આ કંપનીએ ધોનીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યાનો આરોપ છે પરંતુ કંપની દ્વારા આ આરોપને ફગાવી દીધા છે.

ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કંપનીએ દોનીને ૨૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. સ્પોર્ટ્સ સ્પોર્ટ્સે ધોની સાથે ૧૩ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો પરંતુ સ્પોર્ટ્ન કંપની દ્વારા ધોનીને ચાર હપતા ચૂક્વ્યા હતા. ધોનીને અંતિમ હપતો માર્ચ ૨૦૧૬માં અપાયો હતો.

આ મામલે સ્પોર્ટ્ન કંપની દ્વારા ધોની અને રીતિ સ્પોર્ટ્સ દ્વારા ચિટિંગ કરાયાના દાવાને ફગાવ્યો હતો. સમગ્ર મામલે સ્પોર્ટ્ન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કુણાલ શર્મા અને રીતિ સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અરૂણ પાંડે વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ અરૂણ પાંડેએ કહ્યું કે, હજુ પણ બધુ સમસુતરૂ નથી ચાલી રહ્યું પરંતુ આશા છે કે, આગામી સમયમાં આ અંગે ઉકેલ આવી જશે. બીજી તરફ સ્પોર્ટ્ન કંપની દ્વારા જણાવાયું કે, અત્યારે અમે તમામ બાબતોનું બારિકીથી નિરીક્ષણ કરી રહ્યાં છીએ. આ ઉપરાંત તેઓ ઇચ્છે છે કે, ધોની અને રીતિ સ્પોર્ટ્સ સાથે સંબંધનો ન બગડે તેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે. ધોની પાસે અત્યારે ૨૦ મોટા બ્રાન્ડના કરાર છે અને તાજેતરમાં જ પાંચ નવા બ્રાન્ડ સાથે કરાર કર્યા છે.