NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Junagadh
  • ઓસ્ટ્રેલીયા-જાપાનના સંશોધકો માણશે જૂનાગઢનો શિવરાત્રિ મેળો

ઓસ્ટ્રેલીયા-જાપાનના સંશોધકો માણશે જૂનાગઢનો શિવરાત્રિ મેળો

 | 10:14 pm IST

જૂનાગઢ:ગિરનારની ગોદમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો સૌરાષ્ટ્ર અને ગુજરાતના શ્રાદ્ધાળુઓમાટે આકર્ષણનું કેન્દ્ર હોય જ છે, પણ હવે વિદેશી અભ્યાસુઓમાં પણ હિન્દુ ધર્મ પ્રત્યે અનેરો લગાવ પેદા થયો છે. આ વખતના મહાશિવરાત્રિના મેળાને માણવા માટે ઓસ્ટ્રેલીયા અને જાપાનના બે તજજ્ઞાો સંશોધકો પણ આવી રહ્યા છે. આ બન્ને સંતોની પરંપરા નજીકથી નિહાળીને પોતાના સંશોધનોમાં પણ તેની નોંધ કરશે. ગિરનારની તિર્થભુમિ વિશે વર્ષ ૧૯૯૮ થી ડૂંગરા અને જંગલો ખુંદતા ઓસ્ટ્રેલીયાના ડો.જ્હોન વેનર વિશે તો ઘણાને ખ્યાલ હશે જ. કદાચ જૂનાગઢના કોઈ નાગરિકને પણ ખ્યાલ નહી હોય એટલી વિગતો ગિરનાર વિશે એકત્ર કરનાર આ સંશોધક આ વખતે મહાશિવરાત્રિનો મેળો માણવા માટે આવી પહોંચ્યા છે. આ માટે પોતાની જાતને ધન્ય ગાવતા ડો.જ્હોન વેનર કહે છે કે, તેઓ અગાઉ પણ મહાશિવરાત્રિના મેળામાં સહભાગી બન્યા છે. મેળામાંથી જાણવા મળતી દિગમ્બર સહિતના સંતોની પરંપરા અને યાત્રિકોનો શ્રાદ્ધાભાવ અદ્દભુત હોય છે. આવી અનુભૂતિ સમગ્ર વિશ્વમાં કોઈ સ્થળે શક્ય નથી. બીજી તરફ બૌદ્ધ ગુફાઓ અને આર્કિયોલોજી વિશે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરનાર જાપાનના કેન ઈસ્વાક પણ આગામી તા.ર૧ ના રોજ મહાશિવરાત્રિના મેળાને માણવા માટે આવી રહ્યા છે. કદાચ બધાને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ ગુજરાતી ભાષા વાંચી અને સમજી પણ શકે છે. આ બન્ને સંશોધકોના માધ્યમથી જૂનાગઢના ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો વૈશ્વિક ફલક ઉપર ઉજાગર થશે !