ઔદ્યોગિક ગઢમાં વિકાસની સાથે ભૂર્ગભજળ વિનાશ થવાના આરે ?જો પ્રદુષણ પર અંકુશ નહી તો ભવિષ્યમાં ભૂગર્ભજળ વધુ દુષિત થશે - Sandesh
  • Home
  • Baroda
  • ઔદ્યોગિક ગઢમાં વિકાસની સાથે ભૂર્ગભજળ વિનાશ થવાના આરે ?જો પ્રદુષણ પર અંકુશ નહી તો ભવિષ્યમાં ભૂગર્ભજળ વધુ દુષિત થશે

ઔદ્યોગિક ગઢમાં વિકાસની સાથે ભૂર્ગભજળ વિનાશ થવાના આરે ?જો પ્રદુષણ પર અંકુશ નહી તો ભવિષ્યમાં ભૂગર્ભજળ વધુ દુષિત થશે

 | 3:52 am IST

અંકલેશ્વરમાં મીરાનગરના બોરમાંથી ઓરેન્જ કલરનું પ્રદૂષિત પાણી આવ્યું

। ભરૃચ ।

એક તરફ અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક એસ્ટેટ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. ત્યારે આ એસ્ટેટની આસપાસના રહેણાંક વિસ્તારોના ભૂર્ગભજળ પ્રદુષિત થયાના ઉપરાછાપરી કીસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જે વધુ ઔદ્યોગિક એક્સપાન્સ પર વિપરીત અસર પાડી શકે છે.

અંકલેશ્વર તાલુકામાં ભૂર્ગભજળ દુષિત થવાના અનેકો કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં સંસ્કારદીપ કોમ્પલેક્ષ, શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ અને નગરપાલિકાની હદમાં આવતા ઉમા ભવનની પાછળ, તીર્થનગર, નવા બની રહેલ સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષના બોરોમાંથી પ્રદુષિત પાણી નીકળવાની ઘટના બની છે. અંકલેશ્વર-રાજપીપળા રોડ પરના ઓએનજીસી કોલોનીના ગેટ નં.૨ સામે આવેલ ચર્ચા પાછળની વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો હાઉસના બોરમાંથી પણ પીળા રંગનું પ્રદુષિત પાણી નીકળવાનું પ્રકાશમાં આવ્યુ હતુ. જયારે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાંના બોરોમાંથી પણ પ્રદુષિત પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારના ભૂર્ગભજળ પ્રદુષિત થાય તે વિસ્તારના બોરમાંથી ઓરેન્જ કલરનું પ્રદુષિત પાણી નીકળી રહ્યુ છે જે પાણી રોજબરોજ જીંદગીમાં વપરાશમાં લેવા ત્યાંના રહીશો મજબુર છે. અંકલેશ્વર જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીની ટીમે બોરના સેમ્પલ લઈ તેનો રીપોર્ટ ગાંધીનગર મોકલનાર છે.

ભૂર્ગભજળ પ્રદુષિત કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓ સામે તંત્રના હાથ ધ્રુજી રહ્યા છે જયારે લોક પ્રતિનિધિઓ વિધાનસભા, રાજયસભા કે લોકસભામાં આ મુદ્દે સરકારને અવગત કરાવવા નિષ્ફળ ગયા છે જેનો ભોગ આમ આદમી બની રહ્યો છે જે અંકલેશ્વર, પાનોલી ઔદ્યોગિક વસાહતોની આસપાસના ભૂર્ગભ જળની કથરી રહેલી પરિસ્થિતિ પરથી કહી શકાય.

મીરાનગરના રહીશોને ના છુટકે પાણીનો ઉપયોગ કરવો પડે છે

અંકલેશ્વર-રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારના ભૂર્ગભજળ પ્રદુષિત થતા તે વિસ્તારના બોરમાથી ઓરેન્જ કલરનુ પ્રદુષિત પાણી નીકળી રહ્યુ છે. મીરાનગરના સ્થાનિક રહીશ અમરાવતી દેવી રાજકુમાર પાલ, હમીતા દેવી તથા આસપાસના રહીશોને સારંગપુર ગ્રામ પંચાયત કે જે ભરૃચ વિધાનસભા મત વિસ્તામાં આવે છે ત્યાં પંચાયત કે જિલ્લા તંત્ર યોગ્ય પાણી પુરૃ ન પાડી શકતા ના છુટકે બોરના જોખમી પ્રદુષિત પાણીનો ઉપયોગ સ્થાનિક રહીશો નાહવા, ધોવા તથા રોજબરોજના કાર્યોમાં કરે છે જેથી કરીને તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે. આ અંગે રહીશોએ સ્થાનીક તંત્રને રજુઆત કરી હતી પરંતુ ગરીબોની વાતને ધ્યાને લીધી ન હતી.

;