કંઈ નહીં કંઈ નહીં ને આવી વસ્તુની ચોરી!  - Sandesh
1.6M
1M
1.7M
APPS

કંઈ નહીં કંઈ નહીં ને આવી વસ્તુની ચોરી! 

 | 12:30 am IST
  • Share

ચોર નામ કાને પડતાં જ તૂટેલી તિજોરી અને સોનું-ચાંદી-પૈસાનું પોટલું લટકાવીને જતો ચોર આંખ સામે તરવરવા લાગે. દુનિયામાં કેટલાંય અજબગજબના ચોર થઈ ગયા કેટલાંકને તો વળી એવી ટેવ કે જ્યાં ચોરી કરે ત્યાં પોતાની કોઈ ચોક્કસ નિશાની છોડતો જાય તેથી તેનો તરખાટ મચી જાય. આવું તમે હોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોયું હશે, પણ અહીં એક એવા ચોરની વાત છે જે એવી વસ્તુની ચોરી કરે છે કે જેની વસ્તુ ચોરાઈ છે તે શરમાઈ જાય. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના જાપાનના ઓઈટા શહેરની છે જ્યાં એક લોન્ડ્રીમાં મહિલાઓની છ જોડી પેન્ટી ચોરતા એક વ્યક્તિ પકડાઈ ગઈ. ૫૬ વર્ષના ચોર ટેટસુઓ ઉરાટાની પેન્ટી ચોરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ પછી તપાસ દરમિયાન જે કંઈ થયું તે ખરેખર આૃર્યજનક હતું. પોલીસ જ્યારે તેના ઘરની તપાસ કરી ત્યારે ત્યાંથી મહિલાઓનાં ૭૦૦થી વધારે આંતર્વસ્ત્રો મળ્યાં હતાં. આટલું ઓછું હોય તેમ લોકલ પોલીસે ટેટસુઓના ઘરમાંથી મળેલાં આંતર્વસ્ત્રોને ગોઠવીને એક ફોટો પાડીને શેર કર્યો હતો. કાર, ઝવેરાત કે અન્ય સામાન ચોરી થય અને આ રીતે ફોટો શેર કર્યો હોય તો કદાચ ખરો માલિક વસ્તુની ઓળખ આપીને તે લઈ જાય, પણ આ ફોટો શેર કર્યા પછી પોતાની વસ્તુ લેવા કોઈ આવશે ખરું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન