કંગનાની રામાયણ પરની વધુ એક ફિલ્મ 'અપરાજિતા અયોધ્યા' - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કંગનાની રામાયણ પરની વધુ એક ફિલ્મ ‘અપરાજિતા અયોધ્યા’

કંગનાની રામાયણ પરની વધુ એક ફિલ્મ ‘અપરાજિતા અયોધ્યા’

 | 3:00 am IST
  • Share

પોતાનાં વિવાદિત નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતી કંગના રનૌતની સીતા સિવાય વધુ એક રામ મંદિર મામલા પરની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ અપરાજિતા અયોધ્યા હશે અને ખુદ કંગના તેનું નિર્દેશન કરશે. આ ફિલ્મમાં રામ મંદિરનાં 600 વર્ષના ઇતિહાસને આવરી લેવામાં આવશે. ફિલ્મનું લેખન બાહુબલી અને મણિર્કિણકા જેવી ફિલ્મોથી જાણીતા કે. વિજયેન્દ્રપ્રસાદ કરવાના છે. કંગનાની ફિલ્મ થલાઈવી રજૂ થઈ ચૂકી છે જેમાં તેના અભિનયનાં સૌ કોઈએ વખાણ કર્યાં છે. ત્યારે આ ફિલ્મને લઈને પણ લોકોની અપેક્ષાઓ વધી છે. અગાઉ તે તેની ફિલ્મ મણિર્કિણકાનું થોડું નિર્દેશન કરી ચૂકી છે એ અનુભવ તેને કામ લાગશે. આ ફિલ્મની જાહેરાત કરતાં કંગનાએ કહ્યું હતું કે, ‘રામ મંદિર ફક્ત એક મંદિર નથી પરંતુ ભાવના છે. મારા માટે અયોધ્યાનું પ્રતીકાત્મક મહત્ત્વ ઘણું છે. છેલ્લાં 500-600 વર્ષોમાં આપણી યાત્રા એક સભ્યતા તરીકે ઘણી રોમાંચક રહી છે. જૂના જમાનામાં આપણો સમાજ પરિષ્કૃત હતો અને દુનિયામાં સૌથી મહાન પૈકીનો એક હતો, પરંતુ વિદેશી આક્રમણોને કારણે આપણે ન માત્ર આપણું ધન ખોયું, પરંતુ એ પોત પણ ખોઈ દીધું જે આપણા મહાન ભારતીયો આપણા માટે મૂકીને ગયા હતા. રામે આપણી સભ્યતા માટે એક નૈતિક અને જાતીય સંહિતાની સ્થાપના કરી હતી.’ કંગનાની આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં રજૂ થાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો