કંડલા પોર્ટમાં નોકરીની લાલચ આપીને માધાપરના યુવાનો સાથે ૧.૮૧ કરોડની ઠગાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • કંડલા પોર્ટમાં નોકરીની લાલચ આપીને માધાપરના યુવાનો સાથે ૧.૮૧ કરોડની ઠગાઇ

કંડલા પોર્ટમાં નોકરીની લાલચ આપીને માધાપરના યુવાનો સાથે ૧.૮૧ કરોડની ઠગાઇ

 | 2:00 am IST
  • Share

કંડલા પોર્ટમાં નોકરીની લાલચ આપીને માધાપરના ૪ યુવાન સાથે રૂ.૧.૮૧ કરોડની ઠગાઇ કરવામાં આવી છે. જે મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનાની તપાસ કરીને આરોપીને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં અતુલ રમેશગર ગુંસાઇએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે માધાપર જૂનાવાસમાં આવેલા ખાના ચોકમાં રહેતા ઇમરાનબીન કાસમ શેખે જૂન ૨૦૧૮ થી લઇને માર્ચ ૨૦૨૧ના સમયગાળા દરમ્યાન અલગ-અલગ સમયે અતુલને કંડલા પોર્ટમાં ગોડાઉન મેનેજરની નોકરી અપાવવાની લાલચ આપવા ઉપરાંત તેના સગા-સંબંધીઓને પણ અલગ-અલગ ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જે અંતર્ગત અતુલની અનમોલ બેકરી નામની દુકાનેથી આરોપીએ અતુલ પાસેથી ટુકડે-ટુકડે રોકડા રૂ.૫૩,૧૬,૦૦૦ તથા જય ગિરનારી ઇલેક્ટ્રોનિક્સ,માધાપરમાં અતુલના સંબંધીઓ પાસેથી ટુકડે ટુકડે રોકડા રૂ. ૧,૨૭,૯૪,૦૦૦ મળીને કુલ રૂ.૧,૮૧,૧૦,૦૦૦ પડાવ્યા હતા. કંડલા પોર્ટના ખોટા આધાર-પુરાવા ઊભા કરીને  સાચા તરીકે  તેનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કર્યો હતો. માધાપર પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી ઇમરાન શેખની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો