કંદીલ બલોચના પરિવાર પોતાના હત્યારા પુત્રને માફ કરી શકશે નહીં. જાણો કેમ? - Sandesh
  • Home
  • World
  • કંદીલ બલોચના પરિવાર પોતાના હત્યારા પુત્રને માફ કરી શકશે નહીં. જાણો કેમ?

કંદીલ બલોચના પરિવાર પોતાના હત્યારા પુત્રને માફ કરી શકશે નહીં. જાણો કેમ?

 | 4:48 pm IST

પાકિસ્તાનમાં સોશ્યિલ મીડિચા સિલેબ્રટી અને મોડલ કંદીલ બલોચની હત્યા મામલે સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હત્યા કરનાર પુત્રને માફી આપવા પર પરિવાર તરફથી પ્રતિબંધ લગાવી દીધો છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં ઓનર કિલિંગ મામલે આ પહેલી જ ઘટના છે. કંદીલ બલોચના પરિવારના સભ્યો તેના હત્યારા ભાઇ મોહમ્મદ વસીમને કાયદાકીય રીતે માફી આપી શક્યા હોત.

થોડાં દિવસ અગાઉ શુક્રવારે રાત્રે મોહમ્મદ વસીમે પોતાની મોટી બહેન કંદીલ બલોચને દવા આપી બેહોશ કરી હતી અને જે પછી તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. આ હત્યા પછી પાકિસ્તાનમાં ઓનર કિલીંગ અંગે બહસ શરૂ થઇ હતી. પાકિસ્તાન એક ભયાનક રૂઢિવાદી મુસ્લિમ રાષ્ટ્ર છે. 26 વર્ષની કંદીલ બલોચ પાકિસ્તાનમાં રહીને સોશ્યિલ માડિયા પર ઉત્તેજક વિડીયો પોસ્ટ કરતી હતી. 

હત્યા પછી કંદીલના ભાઇ વસીમે મીડિયામાં પોતાનો ગુનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેને પોતાની બહેનની હત્યા પર કોઇ પણ અફસોસ ન હતો. તેનું કહેવું હતું કે, કંદીલે તેમના પરિવારની ઈજ્જત ડૂબાવી છે. હાલમાં જ કંદીલે એક પ્રમુખ પાકિસ્તાની મૌલવી અબ્દુલ કવી સાથેનો વીડિયો અને ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. આ કામ તેને રમઝાન મહિનામાં કર્યુ હતું જેના કારણે પાકિસ્તાનમાં ખાસ વિરોધ થયો હતો.

પોલીસના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના સૌથી વિશાળ પ્રાંત પંજાબની સરકાર કંદીલના પરિવારને પોતાન પુત્રને માફ કરવા દેશે નહીં. ઓનર કિલિંગ મામલે પાકિસ્તાનના કાયદામાં સૌથી મોટી ક્ષતિ છે. જેના અનુસાર, પરિવારના સભ્યો પોતાના હત્યારા સભ્યને માફ કરી શક્તા હતા અને કાયદાકીય પ્રક્રિયામાંથી સંપૂર્ણ રીતે બચી શક્તા હતા. તેમને કોઇ પણ સજા થઇ શકતી ન હતી.

પંજાબ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, સરકારના આદેશ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે એક અપવાદ છે. આ અંગે વાત કરતાં સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પંજાબ સરકાર તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં દર વર્ષે ઓનર કિલિંગમાં 500થી વધુ લોકોના મોત થાય છે. જેમાં મોટેભાગે પરિવારના સભ્યોનો જ હાથ હોય છે. જેમનું સામાન્ય રીતે તર્ક એવું હોય છે કે ઘરની ઇજ્જત ખરાબ થઇ રહી છે.

હાલમાં બલોચના કેસમાં સરકારે કયા પ્રકારે આ નિર્ણય કર્યો તે હજી એક સવાલ જ છે. જેના પર કાયદાકીય સુધાર કરવામાં આવશે કેમ તે પણ એક સવાલ છે. જેના માટે ત્યાંની સંસદમાં બિલ પસાર કરવાવું જરૂરી છે. જેના માટે વડાપ્રધાન નવાઝ શરીફે ફેબ્રુઆરી મહિનાથી જ તૈયારીઓ કરી હતી. જો કે તેમાં હજી સુધી કોઇ પણ પ્રતિક્રિયા મળી નથી. આ ઉપરાંત નવાઝ શરીફની પુત્રી મરિયમના અનુસાર તેના પિતાનું કહેવું છે કે, શાન માટે કોઇની હત્યા કરવી તેમાં કોઇ શાન નથી.