કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી કરાઇ ડભોઇ નગરમાં સ્ય્ફઝ્રન્ દ્વારા નવા મિટરો નાખવાની કામગીરી હાથ ધરાઇ - Sandesh
  • Home
  • Baroda
  • કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી કરાઇ ડભોઇ નગરમાં સ્ય્ફઝ્રન્ દ્વારા નવા મિટરો નાખવાની કામગીરી હાથ ધરાઇ

કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી કરાઇ ડભોઇ નગરમાં સ્ય્ફઝ્રન્ દ્વારા નવા મિટરો નાખવાની કામગીરી હાથ ધરાઇ

 | 11:57 pm IST

ડભોઇ ઃ મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ દ્વારા ડભોઇના રહીશો જે વિજળી વાપરે છે તેના મીટરો તેમા નવી ટેકનોલોજીના મીટરો બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી પણ આ નવા મીટરો ફાસ્ટ ફરતા હોય વધુ વિજળી બીલો આવવાની દહેશત ગ્રાહકોમાં ફેલાતા વીજ કંપનીના કર્મચારીઓ સાથે ઠેકઠેકાણે સંઘર્ષ થા હતાં. છેલ્લા બે દિવસથી વિજ કંપનીની પાંત્રીસ ટીમોો મોટા પોલીસ કાફલા સાથે જુદા જુદા ચાર વિભાગોમાં વિજ વાપરતા ગ્રાહકોના વિજમીટરો બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સાતસો ઉપરાંત ગ્રાહકોના વીજ મીટરો વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા બદલી નાંખવામાં આવ્યા હતાં. આ કામગીરી દરમિયાન જૈન વાગામાં ભારે હોબાળો થતાં વિજ કંપનીના અધિકારીઓ સાથે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા તેમ છતાં વિજ કંપની દ્વારા કંપનીના કર્મચારીઓ દ્વારા વિજળીના મીટરો બદલી નાંખવા સફળ રહ્યાં હતાં.

નવી ટેકનોલોજી વાળા મીટર લગાવાની કામગીરી સમયે જૈન વગામાં ભારે હોબાળો થયો

એમજીવીસીએલના મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા અપાતી વિજળીના વાયરના ગ્રાહકગોના નવી ટેકનોલોજીના ટીપીસી વિજળી મીટરો નાંખવાનો નિર્ણય લેવાતા આ નવા વિજમીટરો ફાસ્ટ ફરતા હોય વિજળીના બિલો ઘણા મોા આવતાં હોવાની માન્યતા ગ્રાહકોમાં પ્રવર્તી હતી જેને કારણે વિજકંપનીના કર્મચારીઓ વિજ મીટરો બદલવા જાય ત્યારે વિજવાપરનાર ઘરના માલિકો દ્વારા ભારે સંઘર્ષ થતો રહ્યો હતો.

જેના કારણે મોટાભાગના ગ્રાહકોના વિજ મીટરો બદલી શકાયા ન હતાં. ગઇકાલે સવારથી વડોદરા વીજ કંપનીના અધિકારી ઝાલા અને ડભોઇ વિભાગના વિજ કંપનીના ચૌધરીના નેતૃત્વમાં વિજ કંપનીનો મોટો કાફલો પોલીસની ગાડીઓ સાથે ડભોઇમાં પ્રવેશ્યા હતાં અને જુદીજુદી ચાર ટીમો બનાવી અંદાજે ત્રીસ ઉપરાંત ટીમોએ વીજ મીટરો બદલવાનો પ્રારંભ કરી દીધો હતો. બે દિવસો દરમિયાન સાતસો ઉપરાંત મીટરો બદલી નાંખ્યા હતાં.ગઇકાલે આ વિજ મીટરો જૈન વાગામાં બદલવાની કામગીરી થતી હતી ત્યારે તે વિસ્તારના રહીશો અને અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી અને સંઘર્ષમય વાતાવરણ સર્જાયું હતું અંતે સમજાવટથી અને પોલીસ વચ્ચે પડતા મામલો શાંત પડયો હતો. પોલીસ ફોર્સ વિજ કંપનીના અધિકારીઓના મોટા ધાબા વચ્ચે બદલાયેલા આ નવા મીટરોથી ઘરના વિજ બીલો ઘણા વધુ આવતા હોવાની માન્યતા હજુ પણ વ્યાપક પ્રમાણમાં ઘર કરી ગઇ છે.