કચીગામમાં માંસ મળતા પોલીસની દોડધામ, ગૌહત્યાની શંકા - Sandesh
  • Home
  • Newspaper
  • કચીગામમાં માંસ મળતા પોલીસની દોડધામ, ગૌહત્યાની શંકા

કચીગામમાં માંસ મળતા પોલીસની દોડધામ, ગૌહત્યાની શંકા

 | 3:30 am IST

વાપીઃ દમણ કોસ્ટલ પોલીસનાં હદમાં આવતા કચીગામ સ્થિત પાંચાલ ઉદ્યોગ નગરમાં લાલુભાઇની બિલ્ડિંગની બાજુમાં ગૌમાંસ પડેલુ હોવા અંગે દમણ ગૌરક્ષકના પ્રમુખ મનોજ ટંડેલે ભીમપોર આઉટ પોસ્ટમાં ટેલિફોન મારફતે જાણ કરતા કોસ્ટલ પોલીસ દોડતી થઇ હતી. અને વેટરનરી ડોકટર સાથે રાખી સ્થળ પર પહોંચતા ત્યાં ગૌમાંસના અવશેષો જોવા મળતા તે અવશેષો તપાસ માટે એફએસએલ સુરતને મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

;