'કચ્છના રિન્યૂએબલ એનર્જી પાર્ક વધારાના ૩૦ ગીગાવોટ આપશે' - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • ‘કચ્છના રિન્યૂએબલ એનર્જી પાર્ક વધારાના ૩૦ ગીગાવોટ આપશે’

‘કચ્છના રિન્યૂએબલ એનર્જી પાર્ક વધારાના ૩૦ ગીગાવોટ આપશે’

 | 2:00 am IST
  • Share

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦૨૨માં યોજાનારી ૧૦મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફ વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી, જેમાં સરહદી કચ્છ જિલ્લાને પણ યાદ કરવામાં આવ્યો હતો. સરહદી વિસ્તાર જેના થકી વધુ જાગૃત રહેવાનો છે તેવા રિન્યૂએબલ એનર્જી પાર્કના મહાઆયામી પ્રોજેક્ટ માટે કચ્છને યાદ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી પટેલે કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યૂએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યૂએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના ૩૦ ગીગાવોટનું પ્રદાન ૨૦૨૩ સુધીમાં ગુજરાત આપતું થશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, રિન્યૂએબલ એનર્જી પાર્ક સફળતાથી ઓપરેટિવ થાય તો કચ્છ અને ગુજરાતમાં સરહદી ક્ષેત્રમાં અંદાજે બે લાખ કરોડનું રોકાણ આવી શકશે. ભૂકંપના બે દાયકા કરતાં ૨૦૨૧ના દાયકાનો આંક અવ્વલ રહી શકે તેમ છે. ૨૩ હજાર હેક્ટર જમીનમાં જો આ પાર્ક ધમધમી ઉઠે તો તેમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ પરોક્ષ રીતે સરહદના સંત્રી તરીકેની ઓળખમાં આપોઆપ આવી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો