કચ્છમાં આગામી તા.૧૮મી સુધી મધ્યમ વરસાદ પડવાની આગાહી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • કચ્છમાં આગામી તા.૧૮મી સુધી મધ્યમ વરસાદ પડવાની આગાહી

કચ્છમાં આગામી તા.૧૮મી સુધી મધ્યમ વરસાદ પડવાની આગાહી

 | 2:00 am IST
  • Share

કચ્છમાં કેટલાક દિવસોથી છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાનમાં સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ એટલે કે તા.૧૮મી સુધી કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં જૂનથી ઓગસ્ટ મહિના સુધી નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડયો નથી અને સપ્ટેમ્બર મહિનામાં છૂટોછવાયો વરસાદ પડવાનો શરૂ થયો છે. તો બીજીતરફે, સૌરાષ્ટ્ર પર સર્જાયેલા લો પ્રેશરના કારણે કચ્છમાં આગામી ૫ાંચ દિવસમાં વરસાદ પડવાની શક્યતા સેવાઇ છે. રાજકોટ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ જ સિસ્ટમ તળે કચ્છમાં પણ વરસાદ પડે તેવી સંભાવના સર્જાય છે.
હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી તા.૧૮ સપ્ટેમ્બર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. લો પ્રેશરના કારણે કચ્છનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે, જૂનથી ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદ નહીં પડવાના કારણે ખેડૂતોમાં પણ મોંઘેરા મોલને લઇને ચિંતા વ્યાપી છે, ત્યારે હવામાન ખાતા દ્વારા કરાયેલી પાંચ દિવસની આગાહી સાચી પડે તો ખેડૂતોને આંશિક રાહત મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન