કચ્છમાં કોરોનાથી 282 મ્ાોત સામે 671ફોર્મ ઉપડયા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કચ્છમાં કોરોનાથી 282 મ્ાોત સામે 671ફોર્મ ઉપડયા

કચ્છમાં કોરોનાથી 282 મ્ાોત સામે 671ફોર્મ ઉપડયા

 | 2:00 am IST
  • Share

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નવા ઠરાવ મુજબ હવે કોરોના નિદાન થયાના ૩૦ દિવસમાં મૃત્યુ પામેલા તમામ દર્દીઓનાં મૃત્યુને કોરોના મૃત્યુની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવ્યા હોવાથી હવે તંત્રે યોગ્ય આધારો સાથે ફોર્મ સ્વિકારવાનું શરૂ કરી દીધું છે. તંત્રે જિલ્લામાં કોરોનાથી સત્તાવાર ૨૮૨ લોકોના મોત મામલે મૃતકના અધારકાર્ડની, મરણના દાખલાની, અરજદારના અધારકાર્ડ અને પાસબુકની નકલ સાથે તેનાં પરિવારના સભ્યને મામલતદાર કચેરીએ અરજી કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત કોમોર્બીડના પણ સહાય ફોર્મ સ્વિકારીને સહાય આપવાની હોવાથી તંત્ર કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.
કોરોનાકાળમાં તંત્રે જાહેર કર્યા મુજબ માત્ર કોવિડથી મૃત્યુ પામ્યા હોય તેવા ૨૮૨ દર્દીઓ સત્તાવાર રીતે માત્રને માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત કોમોર્બીડ એટલે કે, હાર્ટની તકલીફ, ડાયાબિટીસ, બી.પી. સહિતના અન્ય રોગ ધરાવતા કે મોટી સર્જરી કરાવેલા દર્દીઓના મૃત્યુને જે તે સમયે કોરોના મૃત્યુ ગણવામાં આવ્યા ન હતા. કચ્છ જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુનો આંક આરોગ્ય તંત્રે જાહેર કરેલ છે તેનાં કરતા અનેકગણો વધુ થવા જાય છે. દરમ્યાનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.ર૧ નવેમ્બર-ર૦ર૧ના ઠરાવ ક્રમાંક જનમ/૧૦ર૦ર૧/૧૦૦૯/બ-૧ મુજબ હવે કોવિડના સમય ગાળામાં દર્દીને કોરોના હોવાના નિદાનના દિવસ બાદ ૩૦ દિવસની અંદર તેનું મૃત્યુ થયું હોય કે દર્દીએ આત્મહત્યા કરી હોય તો પણ દર્દીનાં મોતને કોવિડ ડેથ ગણવામાં આવ્યું છે. માત્ર ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુને કોવિડ મૃત્યુ ગણવામાં નહીં આવે તેમ ઠરાવમાં જણાવાયું છે.
કચ્છ જિલ્લામાં સહાયને પાત્ર બનતા કોવિડ મૃતકના પરિવારજનોના ખાતામાં સહાયની રકમ તા.ર૯ નવેમ્બર પહેલાં સીધી જમા થઈ જશે. દરમિયાન આજે ગુરુવાર સુધીમાં સહાયની રકમ મેળવવા માટેના ફોર્મનો ઉપાડ સરકારી આંક કરતા અનેકગણો ઊંચો નોંધાયો છે અને હજુ અનેક કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થવા સબબનાં પ્રમાણપત્ર મેળવવા આંટાફેરા કરી રહ્યા છે. તેમ છતાં પ્રમાણપત્ર આપવામાં જવાબદારો ઠાગાઠૈયા કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો