કઠિયારીની વૃદ્ધા બીમાર હોઈ  એક ખાટલામાં પોતાના ઘરેથી ઊંચકીને સારવાર માટે લઈ જવાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કઠિયારીની વૃદ્ધા બીમાર હોઈ  એક ખાટલામાં પોતાના ઘરેથી ઊંચકીને સારવાર માટે લઈ જવાઈ

કઠિયારીની વૃદ્ધા બીમાર હોઈ  એક ખાટલામાં પોતાના ઘરેથી ઊંચકીને સારવાર માટે લઈ જવાઈ

 | 2:30 am IST

કઠિયારી ગામના રહીશોના નસીબમાં રસ્તો જ નથી

બોડેલીના તરગોળના બિસમાર અને ખાડાઓયુક્ત રસ્તાઓને કારણે પ્રવાસીઓ સહિત વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયાં

ા અલીપુરા ા

બોડેલીના તરગોળ ગામને ઇકો ટુરિઝમ બનાવવામાં આવ્યું છે  જેથી અહીં અસંખ્ય પ્રવાસીઓ મુલાકાત લે છે પરંતુ તદ્દન બિસમાર રસ્તા અને મસમોટા ખાડાઓના કારણે પ્રવાસીઓ સહિત વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે છેલ્લા ઘણા સમયથી બિસમાર રસ્તાના કારણે અહીં ઘણીવાર એમ્બ્યુલન્સ સેવા પણ સમયસર મળતી નથી અને પરિણામે દર્દીઓ સહિત સગર્ભા મહિલાઓ તેમજ દર્દીઓને સારવાર અર્થે બોડેલી હોસ્પિટલમાં લઈ જવા હાલાકી પડી રહી છે તો ચોમાસા ની વાત કરવામાં આવે તો તરગોળ ગામમાં જવાના મુખ્ય રસ્તા તરફ્ એક લો લેવલ નું કોઝવે આવેલ હોઈ ભારે વરસાદ વરસતા આસપાસના જંગલ વિસ્તાર તેમજ કોતરોમાંથી પાણી ની આવક થતા ક્રોઝવે પાણીમાં ગરકાવ થાય છે જેને કારણે રસ્તો સદંતર બંધ થાય છે જેથી તરગોળ તેમજ આસપાસના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે તો કોઝવેને સબંધિત તંત્ર દ્વારા ઉંચો કરવામાં આવે તેમજ પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

જ્યારે કુદરતના ખોળે વસેલા તરગોળ ગામની નજીક આવેલ કઠીયારી ગામના ગ્રામજનો આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રસ્તો જોયો જ નથી ત્યારે આજે  બુધવારે કઠીયારી ગામની એક વૃદ્ધ મહિલા બીમાર હોઈ જેથી પરિવારના સભ્યએ ગ્રામજનો નો સહારો લઈ એક ખાટલામાં પોતાના ઘરેથી ઉચકી ને લઇ ગયા હતા ત્યારે પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે બાઇક પર પડી જવાથી જોખમ હોઈ જેથી ખાટલામાં લાવ્યા હતા, તદુપરાંત ગ્રામજનોએ સરકારી ૧૦૮ એમ્બ્યુલન્સને ફેન કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી, પણ ઉબડખાબડ રસ્તા ના કારણે ગામમાં પોહચી શકી ન હતી. તેમજ ગ્રામજનોએ વૃદ્ધ મહિલાના ઘરે થી એક કિલોમીટર સુધી ખાટલા ઉપર લાવ્યા હતા તરગોળ ગામ નજીક હોઈ જેથી કઠીયારી ગામના ગ્રામજનો વધુ આ રસ્તા નો ઉપયોગ કરે છે તેમજ આ રસ્તો બિલકુલ સરળ હોઈ તેના કારણે તરગોળ ગામના ગ્રામજનો પણ આ રસ્તા પર સતત અવર જવર કરે છે ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ પરિસ્થિતિ જેવી હતી તેજ રીતની થઈ જતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, આમ આ વિસ્તાર નો રસ્તો બિસમાર હોઈ  રસ્તો નવીન તાત્કાલિક બનાવવામાં આવે તેવી ગ્રામજનો સબંધિત તંત્ર તેમજ સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

 

 

ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

અગાઉ બોડેલી તાલુકાના તરગોળ ગામનો રસ્તો ન બનતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો તરગોળ ગામમાં ૭૨૫ પૈકી માત્ર એક જ મતદારે મતદાન મથક પર મતદાન કર્યું હતું તેમજ ગ્રામજનોએ રોડ નહિ તો વોટ નહિ ના નારા લગાવી તંત્ર સામે ભારે રોષ વ્યકત કર્યો હતો

 

 

કઠિયારીનો શોર્ટકટ રસ્તો તંત્ર કરતું જ નથી

અમારે રોડની તકલીફ્ છે અમારે આ રસ્તો શોર્ટકટ છે આ રસ્તો અમારે થઈ જવો જોઈએ અમે ચૂંટણી બહિષ્કાર પણ કર્યો છે છતાં કોઈ રસ્તો કર્યો નથી રસ્તો હોય તો અમે બીમાર વ્યક્તિને સરળતાથી લઈ જઈ શકીએ.                                            – કલસિંગ રાઠવા, ગ્રામજન, કઠીયારી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;