કડાણા તા.ના તલાટીઓ મરજી મુજબ કામ કરતા હોઈ આક્રોશ - Sandesh
  • Home
  • Newspaper
  • કડાણા તા.ના તલાટીઓ મરજી મુજબ કામ કરતા હોઈ આક્રોશ

કડાણા તા.ના તલાટીઓ મરજી મુજબ કામ કરતા હોઈ આક્રોશ

 | 3:13 am IST

મોટાભાગે તલાટીઓ શહેરોમાંથી અપડાઉન કરતાં હોય છે !

કર્મચારીઓના ફરજ સ્થળ પર ઓચિંતી મુલાકાત લેવા માગ કરાઈ

ા કડાણા ા

કડાણા તાલુકાના તલાટીઓ પોતાની મરજી મુજબ કામ કરતા ગ્રામજનોમા આક્રોશ જોવા મળે છે. આવા તલાટીઓ વતન અથવા અન્ય શહેરોમાં રહી અવરજવર કરતા હોય ફ્રજ સમય દરમિયાન પંચાયત ઘર સૂના હોવાના ગંભીર આક્ષેપો સાથે અરજદારો રોષપૂર્વક જણાવી રહ્યા છે.

કડાણા તાલુકામાં મોટા ભાગના તલાટી કમ મંત્રી પોતાના હેડ ક્વાર્ટર (ફ્રજ સ્થળ) ઉપર ન રહી અન્ય શહેરોમાંથી અપડાઉન કરતા હોવાથી અરજદારો સવારથી પંચાયત ઘર પર રાહ જોઈ વીલા મોઢે પરત ફ્રવા મજબૂર બની રહ્યા હોવાની ફ્રિયાદ તાલુકા મથકે ચર્ચા અને પ્રજામાં રોષનું કારણ બની રહી છે. જ્યારે અન્ય ગ્રામ પંચાયત વિસ્તારના રહીશો કલાકો સુધી કચેરીએ આવી તલાટીની રાહ જોઈને વિલા મોઢે પરત ફ્રવા મજબૂર થાય છે. જ્યારે ગામના લોકો અનેક યોજનાઓથી વંચિત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

જ્યારે ફ્રજ સ્થળ ઉપર ન રહી અવરજવર કરી મકાન ભાડે સાથેનો લાભ ઉઠાવતા તમામની રહેઠાણ અંગેની વિગતો ની તપાસ થવી જરૂરી છે. તે બાબતે જીલ્લા વિકાસ અધિકારી આવા બેજવાબદાર કર્મચારીઓના ફ્રજ સ્થળ પર ઓચિંતી મુલાકાત લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;