કનસાડના ૧૮ ખેડૂતો જમીનના વળતર મુદ્દે કોર્ટમાં લડત આપશે - Sandesh
 • Home
 • Newspaper
 • કનસાડના ૧૮ ખેડૂતો જમીનના વળતર મુદ્દે કોર્ટમાં લડત આપશે

કનસાડના ૧૮ ખેડૂતો જમીનના વળતર મુદ્દે કોર્ટમાં લડત આપશે

 | 3:00 am IST

 • રેલવે અને આર એન્ડ બી એ આપેલા વચનો ઠાલા પુરવાર
 • દર બેઠકમાં સુવિધા ઊભી કરવાનું ગાણું ગાતા અધિકારીઓથી ખેડૂતો વિફર્યા
  ા સુરત ા
  સચિનના ફાટક નંબર ૧૩૭ પર રેલવે ઓવરબ્રિજ બનાવવાના મુદ્દે જમીન સંપાદ કર્યા વિના ૫૦ ટકા ઓવરબ્રિજ બનાવી દેવા આપવા ઉપરાંત ખેડૂતોને આપેલી ખાતરી પ્રમાણેની કામગીરી કરવામાં આવી નથી. તેમજ જમીનના નાણાં મુદ્દ પણ ચાલી આવતી વિસંગતતાને કારણે કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે.
  સચિનથી કનસાડ જવાના રસ્તા પર આવેલા ફાટક નંબર ૧૩૭ પર રેલવે ઓવરબ્રિજ બનાવતા પહેલા સ્થાનિક ખેડૂતો સાથે મિટિંગ કરવામાં આવી હતી. પહેલી બેઠકમાં જમીન સંપાદન સહિતની વાતચીત કર્યા બાદ વિકાસ થાય તો અમને વાંધો નથી તેવી વાત ૧૮ ખેડૂતોએ કરી હતી. ત્યાર બાદ રેલવેના ડીએફસીસી અને આર એન્ડ બી વિભાગે ખેડૂતોને તેઓએ કરેલી માંગણી પ્રમાણે સુવિધા આપવાની વાત કરી હતી. ત્યાર બાદ એકાદ બે મહિનામાં સુવિધા ઊભી કરી દેવાની વાત કરી હતી. તેમ જણાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ખેડૂતો સાથે આર એન્ડ બીના અધિકારીઓ અને ડીએફસીસી દ્વારા પાંચ વખત બેઠક કરવામાં આવી હતી. દર વખતે સુવિધા ઊભી કરી દેવાની વાત કરીને લોલીપોપ જ આપવામાં આવતા ખેડૂતોએ હવે કોર્ટમાં જવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે. આ અંગે ખેડૂત સંદીપ દેસાઇએ જણાવ્યું હતંુ કે વિકાસના કામમાં અવરોધ નહીં આવે તે માટે છેલ્લાં બે વર્ષથી કામગીરી કરવા દેવામાં આવતી હતી. પરંતુ સુવિધા ઊભી નહીં કરતા ખેડૂતોને હવે જવાબ આપવા મુશ્કેલ પડી રહ્યા છે. જેથી તમામ ખેડૂતોએ બેઠક કરીને આગામી દિવસોમાં નવી રણનીતિ તૈયાર કરવાની સાથે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

  ખેડૂતોએ આ માંગણી બેઠકમાં રજૂ કરી હતી  
  બ્રિજની કામગીરી શરૂ કરતા પહેલાં સર્વિસ રોડ બનાવવો
  બ્રિજ બનાવતી વખતે આસપાસના ખેતરમાં પાણી ઘૂસી નહીં જાય તેની કાળજી રાખવી
  કુદરતી પાણીના સ્ત્રોતને નુકસાન થવું નહીં જોઇએ
  રાત્રિના સમયે અવરજવર કરનારાઓને તકલીફ નહીં પડે તે માટે સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવી
  બ્રિજ બનાવતી વખતે સુરક્ષાને ધ્યાને રાખી બેરીકેટ મૂકવા
  વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;