કન્ટિજન્સી પ્લાન હેઠળ પાણીના મહત્તમ બચાવનું અભિયાન જરૃરી - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • કન્ટિજન્સી પ્લાન હેઠળ પાણીના મહત્તમ બચાવનું અભિયાન જરૃરી

કન્ટિજન્સી પ્લાન હેઠળ પાણીના મહત્તમ બચાવનું અભિયાન જરૃરી

 | 3:23 am IST

નર્મદા-મહીના પાણીના મહત્તમ બચાવ માટે કન્ટિજન્સી પ્લાન

વડોદરા, તા.૧૪

વડોદરા, ભરૃચ જિલ્લાના નર્મદા અને મહીસાગરમાંથી પાણી લેતા ઉદ્યોગોને આગામી ઉનાળામાં પાણીનો મહત્તમ બચાવ કરવા માટે કન્ટિજન્સી પ્લાન તૈયાર કરવામાં આવશે. હાલમાં દૈનિક ૧૫૦ મિલિયન લિટર પાણીનો ઉપયોગ ઉદ્યોગો તથા વડોદરા, પાદરા, સાવલી સહિતના વિસ્તાર પાણી પુરવઠા માટે અપાય છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પણ પીવાના પાણી માટે પ્રાથમિકતા આપવામાં આવનાર છે ત્યારે ઉદ્યોગોએ પણ સંભવિત કાપ માટે તૈયાર થવું પડશે, તેમ જણાવાય છે. રાજ્ય સરકાર દ્વારા પાણીના મહત્તમ બચાવ માટે કન્ટિજન્સી પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સિંચાઇ વિભાગ પાસેથી રાજ્ય સરકારે દરખાસ્ત પણ મગાવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો તથા ખાનગી કંપનીઓ, મ્યુનિસિપાલિટી અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલમાં નર્મદા અને મહીસાગરમાંથી જે પાણીનો જથ્થો લેવામાં આવે છે, તેમાં મહત્તમ બચાવ કેવી રીતે થઇ શકે તે માટે પણ પ્લાન તૈયાર થશે, તેમ જણાવાય છે. બીજી તરફ ઉદ્યોગોને પણ સંભવિત પાણી પૂરવઠા કાપ માટે તૈયારી કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી માટે એક કેએલ (મીટર ક્યુબ)ના રૃ.૨.૮૭ લેવામાં આવે છે અને ઉદ્યોગો પાસેથી રૃ.૨૩.૫૭ એક કેએલના લેવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે, કરાર આધારિત જથ્થા કરતાં ૨૫ ટકા વધુ કે ૨૫ ટકા કરતાં ઓછો જથ્થો જે લે તેની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવે. આ ઉપરાંત દર વર્ષે ૧૦ ટકાનો ભાવવધારો ઔદ્યોગિક હેતુના પાણીના વપરાશ ઉપરાંત સરકાર કરે છે.

 

ઉદ્યોગો પેનલ્ટી રદ થાય તેવી રજૂઆત કરશે

જો પાણીનો કાપ એક તરફ આવે અને બીજી તરફ સ્વૈચ્છિક રીતે જે ઉદ્યોગો તેમના વપરાશમાં ૨૫ ટકા કરતાં પણ વધુ પ્રમાણમાં વપરાશ ઘટાડે તો હાલની પેનલ્ટીની દરખાસ્ત રદ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે.

મહીમાંથી રોજ કેટલો જથ્થો અપાય છે?

સ્થળ દૈનિક

જીએસએફસી          ૬.૭૫

જીઆઇડીસી સાવલી ૫.૦૦

જીએસીએલ  ૧.૫૮૨

આઇઓસીએલ        ૧૧.૯૨

રિલાયન્સ     ૯.૦૦

નિરમા         ૦.૩૫

સ્થળ દૈનિક

જીઆઇડીસી નાંદ ૨૫

જીઆઇડીસી રૃંઢ ૭.૭૨

ય્ૈંડ્ઢઝ્ર અંગારેશ્વર          ૧૩.૭૫

જીએનએફસી ૮.૩૬

એનટીપીસી ૩.૫૨

ઓએનજીસી ૬.૦૫

;