કન્યા રાશિના જાતકોના કામ પડશે પાર, ક્લિક કરીને જાણો અન્ય રાશિનું પણ ફળકથન - Sandesh
  • Home
  • Astrology
  • કન્યા રાશિના જાતકોના કામ પડશે પાર, ક્લિક કરીને જાણો અન્ય રાશિનું પણ ફળકથન

કન્યા રાશિના જાતકોના કામ પડશે પાર, ક્લિક કરીને જાણો અન્ય રાશિનું પણ ફળકથન

 | 7:31 pm IST

મેષ : આપના માર્ગ આડેના અવરોધો પાર કરી શકશો. સફળતા જોઈ શકશો.
વૃષભ : મનનાં ઓરતાઓને સાકાર કરવા આપ કોઈની મદદ મેળવી શકશો. સ્નેહીથી મિલન.
મિથુન : આવકના દ્વાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે. ભાગીદારથી મતભેદ ટાળજો.
કર્ક : આપના મહત્વના કામમાં જણાતી ચિંતાનો હલ મળતો જણાય. પ્રવાસથી સાનુકૂળતા.
સિંહ : લાભ અને સફળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવની મદદ જરૂર લાગે.
કન્યા : આપના કાર્યમાં આગળ વધી શકશો. મહત્વની મુલાકાત સફળ નીવડે. સંતાનસુખ મળે.
તુલા : ધંધાકીય પ્રયત્નો વિલંબથી ફળે. સાનુકૂળતા. આરોગ્ય અંગે બેદરકારી ન રાખશો.
વૃશ્ચિક : મહત્વના કાર્યમાં પ્રગતિ. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. મજાનો દિવસ.
ધન : અગત્યના કામ માટે સાનુકૂળતા. કાર્યલાભ જણાય. સુખદ પ્રસંગ અનુભવાય.
મકર : આપની ચિંતાનો ઉકેલ મળે. ધાર્યા કામ થઈ શકે. અકસ્માત-ઇજાથી સાચવવું.
કુંભ : અગત્યની કામગીરીમાં સફળતા. મિલન-મુલાકાત ફળે. ભાગીદારથી મતભેદ જણાય.
મીન : માનસિક ઉચાટ. ખર્ચનો પ્રસંગ આવે. લાભની આશા ઠગારી નીવડે.

પંચાંગ

હિંડોળા શરૂ, જયાપાર્વતી વ્રત જાગરણ, ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન, પંચક મોડી રાત્રે ક. ૨૭-૪૧થી
વિક્રમ સંવત : ૨૦૭૨, અષાઢ વદ બીજ, ગુરુવાર, તા. ૨૧-૦૭-૨૦૧૬.

સૂર્યોદયાદિ: સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૦૭ ૬-૫૫ ૧૯-૨૪

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત..

વીર (જૈન) સંવત : ૨૫૪૨.
શાલિવાહન શક : ૧૯૩૮.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૮.
ભારતીય દિનાંક : ૩૦-અષાઢ.
પારસી માસ : સ્પેંદારમદ.
રોજ : ૯-આદર.
મુસ્લિમ માસ : શવ્વાલ.
રોજ : ૧૬.
દૈનિક તિથિ : વદ બીજ ક. ૨૬-૪૧ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શ્રવણ ક. ૧૫-૫૫ સુધી પછી ધનિષ્ઠા.
ચંદ્ર રાશિ : મકર ક. ૨૭-૪૧ (શુક્રવારે પરોઢે ક. ૦૩-૪૧) સુધી પછી કુંભ.
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ : તૈતિલ/ગર/વણિજ.
યોગ : પ્રીતિ ક. ૧૩-૦૯ સુધી પછી આયુષ્યમાન.

વિશેષ પર્વ : હિંડોળા આરંભ. અશૂન્ય શયન વ્રત. જયાપાર્વતી વ્રતનું જાગરણ. પંચક મોડી રાત્રે ક. ૨૭-૪૧ (શુક્રવારે પરોઢે ક. ૦૩-૪૧)થી શરૂ થશે. * ખગોળ : ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન. * ચંદ્ર-બુધનું ઓપોઝિશન. * કૃષિ જ્યોતિષ : બુધ અને શુક્ર એ આંતરગ્રહો- ઈનર પ્લેનેટ ગણાય છે. તેની અસર હવામાન ઉપર વિશેષ જોવા મળે છે. આજે ચંદ્ર-શુક્ર તથા ચંદ્ર-બુધ વચ્ચે ઓપોઝિશન યોગ છે તે હવામાનમાં ભેજની વૃદ્ધિ સૂચવે છે. બાગાયત-ઔષધિ પાકના આયોજ-ઉછેરમાં તેની હકારાત્મક અસરોનો લાભ લઈ શકાય. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦