કપિલ શર્માની ઓન સ્ક્રિન પત્ની સુમોના ચક્રવતી બની બે બાળકોની 'માં' - Sandesh
  • Home
  • Entertainment
  • કપિલ શર્માની ઓન સ્ક્રિન પત્ની સુમોના ચક્રવતી બની બે બાળકોની ‘માં’

કપિલ શર્માની ઓન સ્ક્રિન પત્ની સુમોના ચક્રવતી બની બે બાળકોની ‘માં’

 | 4:45 pm IST

કપિલ શર્માની ઓન-સ્ક્રિન પત્ની રહિ ચૂકેલી સુમોના ચક્રવર્તી માતા બની ગઈ છે. તમે માનો કે ના માનો આ વાત સાવ સાચી છે. ‘કોમેડી નાઈટ્સ  વિથ કપીલ’માં કપિલ હંમેશા જેના મોટા હોઠની મજાક ઉડાડતો નજર આવતો હતો તે જ સુમોના, પરંતુ તેતો બધી મજાક હતી. હકિકતમાં તેની ઝીંદગીમાં બે નાના મહેમાન આવ્યાં છે.

તમે પણ વિચારી રહ્યાં હશો કે સુમોના લગ્ન કર્યા વગર માતા કઈ રીતે બની ગઈ? તો અમે તમને જણાવીશું કે આખી વાત શું છે. ઉલ્લેખનીય છે કે સુમોનાએ બે કુતરાઓને દત્તક લીધા છે. સુમોના આ કુતરાઓને ખૂબ જ પ્રેમ કરે છે. તેણીએ ઈંસ્ટાગ્રામમાં બે કુતરાઓ સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તે ફોટામાં આ કુતરાઓને તેણીએ પોતાના બચ્ચાઓ દર્શાવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સુમોનાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત થિયેટર દ્વારા કરી હતી. નાના પદડા પર તેની એન્ટ્રી એકતા કપૂરના શો ‘બડે અચ્છે લગતે હો’ દ્વારા કરી હતી. ત્યારબાદ તેણી ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘સાવધાન ઈંડિયા’ જેવા શોમાં પણ જોવા મળી હતી. તેણીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો ‘બર્ફી’ અને ‘કિક’માં પણ અભિનય કરી ચૂકી છે.