કપિલ શર્મા શોમાં ગેસ્ટ બનીને પહોંચેલ સ્મૃતિ ઇરાનીને ગાર્ડે અંદર ન જવા દીધા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપિલ શર્મા શોમાં ગેસ્ટ બનીને પહોંચેલ સ્મૃતિ ઇરાનીને ગાર્ડે અંદર ન જવા દીધા

કપિલ શર્મા શોમાં ગેસ્ટ બનીને પહોંચેલ સ્મૃતિ ઇરાનીને ગાર્ડે અંદર ન જવા દીધા

 | 4:51 am IST
  • Share

સ્મૃતિ શૂટિંગ કર્યા વગર પરત ફરી, સેટ પર દોડાદોડી થઈ

  ટીવી એક્ટ્રેસથી રાજનેતા બનેલ સ્મૃતિ ઇરાની કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે જોવા મળવાની હતી પરંતુ હવે એવું નહીં થાય. સ્મૃતિ શૂટિંગ કર્યા વગર જ પરત ફરી ગઇ. સ્મૃતિ ઇરાની તેના પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે આવવાની હતી પરંતુ તેના ગાર્ડે અંદર જવા ન દીધી. સૂત્રો મુજબ કેન્દ્રીયમંત્રી જ્યારે શૂટિંગ માટે ગેટ પર પહાંેચી તો ત્યાંના સિક્યોરિટી ગાર્ડ ભાઇએ તેને ન ઓળખી. સ્મૃતિએ તેને જણાવ્યું કે તેને સેટ પર એપિસોડના શૂટિંગ માટે ઇન્વાઇટ કરાઇ છે, તે શોની સ્પેશિયલ ગેસ્ટ છે. તેના જવાબમાં ગાર્ડે કહ્યું કે, અમને આવો કોઇ ઓર્ડર નથી અપાયો, સોરી મેડમ તમે અંદર નહીં જઇ શકો. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ તમામ કન્ફ્યૂઝન સ્મૃતિ  ઇરાનીના ડ્રાઇવર અને ધ કપિલ શર્મા શોના ગેટકીપરની વચ્ચે થઇ. કપિલ શર્મા અને સ્મૃતિ ઇરાનીને આની કોઇ જાણકારી નહોતી. પરંતુ જ્યારે કપિલ અને તેની પ્રોડક્શન ટીમને આ વાતની જાણ થઇ ત્યારે સેટ પર દોડાદોડી થઇ ગઇ. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો