'કબાલી' માટે કોઇએ કરાવી તૈયાર સ્પેશ્યિલ કાર, તો કોઇએ બદલી નંબર પ્લેટ: જુઓ તસવીરો - Sandesh
  • Home
  • Entertainment
  • ‘કબાલી’ માટે કોઇએ કરાવી તૈયાર સ્પેશ્યિલ કાર, તો કોઇએ બદલી નંબર પ્લેટ: જુઓ તસવીરો

‘કબાલી’ માટે કોઇએ કરાવી તૈયાર સ્પેશ્યિલ કાર, તો કોઇએ બદલી નંબર પ્લેટ: જુઓ તસવીરો

 | 3:20 pm IST

બે દિવસ પછી રિલીઝ થઇ રહેલી રજનીકાંતની ‘કબાલી’ મુવી હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. જો કે નવાઇની વાત તો એ છે કે, ‘કબાલી’ રીલિઝ થવા જઇ રહી છે ત્યારે સોશ્યિલ મીડિયામાં તેના ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
 
રજનીકાંતના ફેન્સમાં ‘કબાલી’નો ક્રેઝ એટલો બધો છે કે, કોઇએ આ માટે સ્પેશ્યિલ કાર તૈયાર કરાવી છે તો કોઇએ કારની નંબર પ્લેટ પર ‘કબાલી’ લખાવ્યુ છે. આ સાથે ચેન્નઇ અને બેંગલુરૂમાં અનેક કંપનીઓએ ફિલ્મ રીલિઝ(22 જુલાઇ)ના દિવસે રજા જાહેર કરી છે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓ માસ લીવ અથવા તો સિક લિવ પર જવાના હોવાથી કંપનીએ પહેલાથી જ રજા જાહેર કરી દીધી છે.

જો કે આ ફિલ્મ કેટલીક બાબતોમાં નવાઈ પમાડનારી છે કે, પહેલીવાર ઉત્તર ભારતની 1000 સ્ક્રીન પર દક્ષિણ ભારતીય ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ‘કબાલી’ એક એવી પહેલી ફિલ્મ છે જે એશિયાના લગભગ બધાં જ દેશોમાં રિલીઝ થવાની છે. આ જાણવું વધારે રસપ્રદ છે કે, માત્ર ચીનમાં જ 4500 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. મલેશિયા, ઈંડોનેશિયા અને જાપાનમાં પણ આશરે 300-300 સ્ક્રીનો પર ‘કબાલી’ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 22 જુલાઇના રોજ રીલિઝ થવાની છે.