કમલેશ્વર પ્રાઈડ : ૩૦ સિંહોના બે રખેવાળોનો અંત દર્દનાક રહ્યો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કમલેશ્વર પ્રાઈડ : ૩૦ સિંહોના બે રખેવાળોનો અંત દર્દનાક રહ્યો  

કમલેશ્વર પ્રાઈડ : ૩૦ સિંહોના બે રખેવાળોનો અંત દર્દનાક રહ્યો  

 | 12:30 am IST
  • Share

એક સામ્રાજ્યના ઉદય અને અસ્તની આ રોમાંચક વાતના એ રોફ્દાર જોડીદારો આવ્યા હતા. કમલેશ્વર જંગલ વિસ્તારમાં હોવાથી એ પ્રાઈડનું નામ ‘કમલેશ્વર પ્રાઈડ’ હતું. એ તાકાતવર સિંહ સમૂહનું સામ્રાજ્ય ગીરના બહુ મોટા વિસ્તાર પાંચાળી, પારવ્યા, દુધાળા, કેરંભા, દેડકળી, ખુંટણી સહિતની સાત રેન્જ સુધી વિસ્તરેલું હતું. આ વિસ્તાર ૧રપથી વધુ કિમી.માં ફ્ેલાયેલો હતો. (સામાન્ય સંજોગોમાં સિંહની ટેરેટરી ૩૦થી ૪૦ કિમી. વિસ્તારમાં હોય છે.) આવા તાકાતવર સિંહ સમૂહના સામ્રાજ્યના બે રાજકુમારોનાં નામ હતાં ‘ટપુ’ અને ‘રાજુ’. ટપુ ખૂબ જ મજબૂત, આક્રમક અને રૃપાળો હતો જ્યારે રાજુ પ્રમાણમાં થોડો ઢીલો. એટલે નવ-નવ સિંહણો સાથે મળી સંસાર ચલાવવા તેમજ વિશાળ વિસ્તારની સતત રખેવાળી રાજુના શિરે હતી.આ કહાની છે ગીર જંગલના સિંહોના અત્યાર સુધીના સૌથી મોટા સમૂહની. બત્રીસ-બત્રીસ સિંહ સમૂહવાળા એ સૌથી મોટા પ્રાઈડ (સમૂહ) નું નામ છે ‘કમલેશ્વર પ્રાઈડ’. એશિયાઈ સિંહોના અત્યાર સુધીના સૌથી મોટા (૩ર સિંહો) ના પરિવારમાં ઘૂસપેઠિયાઓ સાથે બાથ ભીડવા, પરિવારનું રક્ષણ કરવા, ટેરેટેરીના છેડા મતલબ સરહદો મજબૂત કરવા સતત ગસ્ત લગાવતા બે નરબંકાઓએ ઊભી કરેલી પોતાની દુનિયાની કહાની ઔર જ રોચક છે

સિંહ સામ્રાજ્યના બેતાજ બાદશાહ

એક તરફ્ કમલેશ્વરનો પાણીવાળો લીલોછમ વિસ્તાર, બીજી તરફ્ ભરપૂર ખોરાક. આ બંને પરિબળો બહારના સિંહોને આકર્ષતા તેવા સમયે કમલેશ્વર મેઇલ્સને સિંહોના પેટાસમૂહો અને ખાસ કરીને બચ્ચાંઓનું રક્ષણ કરવું અને ઘૂસણખોરોને મારી હટાવવામાં જીવસટોસટના ખેલ કરી ક્યારેક બચ્ચાંવાળી માદાઓને તાજા માંસથી ભર્યો શિકાર મેળવવાનો પડકાર રહેતો. આવી સ્થિતિમાં ઈલાકા પર દાવેદારી પૂરેપૂરી જાળવી પ્રાઈડને વધારવાની કામગીરી એ બંને કિંગ્ઝ બાઅદબ નિભાવતા.

સૌથી મોટા શિકારી જથ્થામાં માદા

શિકારીઓની બોલબાલા

ર રોફ્દાર સિંહો સાથેનાં ૬ અલગઅલગ પેટા ગ્રૂપોમાં ખૂબ જ મોટા વિસ્તારમાં દબદબો જમાવતા આ સિંહસમૂહની સૌથી ધ્યાન ખેંચે એવી વાત એ છે એ ખૂંખાર સિંહણો. ૯ સિંહણોમાંથી ટેલ મતલબ મુખ્ય માદા પછીની ૩ સિંહણોનું આખા ગ્રૂપ પર ખૂબ પ્રભુત્વ હતું. બ્લડલાઈનમાં બહેનો એવી એ ચારેય સિંહણો બચ્ચાંને જન્મ પણ આપતી, શિકારમાં લીડ પણ કરતી અને વારસદારની રખેવાળી પણ કરતી. ર૦૦૭નાં એ પાંચ વર્ષમાં ૧૧ નવા ચહેરા અને ત્રીજી પેઢીની નાજુક જિંદગીને ઉછેરવાની કામગીરી બહેનો અને માસીઓ બખૂબી નિભાવતી.

અને એ સિંહોના સામ્રાજ્યનો અંત આવ્યો

પણ એક દિવસ સ્થિતિ બદલાઈ ગઈ. ટપુ અને રાજુને વિશાળ જથ્થાની રખેવાળી માટે સતત ફ્રવું પડતું. દુધાળા, દેડકળી વિસ્તારમાંથી ગિરનાર-ગીર કોરિડોર માર્ગે ગીરમાં આવતા ખૂંખાર સિંહો સાથે આ બંને સિંહોને ખૂબ જ ફઈટ કરવી પડતી. ખોરાક મેળવવા, ફઈટ કરવા અને ૯ સિંહણો સાથે એક પેઢી વધારવાના કામથી નબળા પડતા જતા ટપુ અને રાજુને એક દિવસ ગિરનાર જંગલમાંથી ગીરમાં ઘૂસણખોરો તરીકે આવેલા ‘રામ’ અને ‘શ્યામ’ નામના બે તાકાતવર સિંહો સાથે લડાઈ થઈ અને જીવસટોસટની એ લડાઈમાં ટપુ ગંભીર રીતે ઘવાયો અને તરફ્ડીને મૃત્યુ પામ્યો. રામ અને શ્યામે રાજુને બહાર ધકેલી દઈ કમલેશ્વર પ્રાઈડ પર કબજો જમાવી દીધો. આમ ગીર જંગલના સૌથી મોટા સિંહસમૂહ પર રાજ કરતા એ નરબંકાઓનો સાડા ત્રણ વર્ષ જેટલા શાસનકાળ પછી અંત ભલે આવ્યો અને રામ-શ્યામ એ વિશાળ પ્રાઈડના શાસક બની ગયા પણ ટપુ-રાજુની સિંહજોડીની આ વિશાળ સમૂહ પર રાજ કરવાની લાજવાબ ઢબને ગીરના અધિકારીઓ આજે પણ યાદ કરે છે.

ટપુ મર્યો રાજુ ખૂબ રડયો

ગીરની એ રોયલ પ્રાઈડની કહાની ખૂબ જ રોચક છે. કમલેશ્વર પ્રાઈડનો રાજા ટપુ ઘૂસણખોરો રામ-શ્યામ સાથે ખૂબ લડયો, ચૂંથાયો, ઘવાયો અને અંતે તરફ્ડી મોતને ભેટયો ત્યારે દૂરથી આ દૃશ્ય જોતો રાજુ ખૂબ રડતો રહ્યો. બાદમાં જન્મભૂમિ કમલેશ્વર ડેમ સાઈટ તરફ્ નાસી ગયો. આખરે ભૂખ્યો-તરસ્યો મૃત્યુ પામ્યો. ગીર જંગલના સિંહસમૂહના સામ્રાજ્યના જોડીદાર બે સિંહોની આવી સર્જાતી અને વિખેરાતી કહાનીઓની રોચકતા ખૂબ ભવ્યતા આપે એવી છે.

સિંહપેઢી બદલાતી રહી

પછીની કથામાં રામ અને શ્યામને હરાવી એ પ્રાઈડ પર કબજો મેળવ્યો સંદિપન અને એદિપન નામના બે સિંહોએ. આગળ જતા કમલેશ્વર પ્રાઈડની ત્રીજી પેઢી અત્યારે ગીરના એ પંથકમાં સમૂહ આગળ વધારવાનો જંગ ખેલી રહી છે.

‘કમલેશ્વર પ્રાઈડ’ ૨૦૦૭ની વસતીગણતરી

 યુવાન સિંહો – ર       દૃ યુવાન સિંહણો – ૯

 કિશોર સિંહણો – ૯   દૃ કિશોર સિંહો – ૧

 બચ્ચાંઓ – ૧૧

પેટાસમૂહમાં સિંહોની સંખ્યા

 ૧ લો સમૂહ ઃ ૪ કિશોર સિંહણો

 ર જો સમૂહ ઃ ૧ પુખ્ત સિંહણ, ર બચ્ચાં

 ૩ જો સમૂહ (મુખ્ય સમૂહ) ઃ ૩ પુખ્ત સિંહણ, ર કિશોર સિંહણ, ર બચ્ચાં

 ૪ થો સમૂહ ઃ ૩ પુખ્ત સિંહણ, ૪ બચ્ચાં

 પ મો સમૂહ ઃ ર પુખ્ત સિંહણ, ૩ બચ્ચાં

 ૬ ઠ્ઠો સમૂહ ઃ ૧ કિશોર સિંહ, ૩ કિશોર સિંહણો          

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન