'કમસે કમ આવી ઘટનાઓને તો રાજનીતિ નહીં, માનવતાથી તોળો' - Sandesh
  • Home
  • Rajkot
  • ‘કમસે કમ આવી ઘટનાઓને તો રાજનીતિ નહીં, માનવતાથી તોળો’

‘કમસે કમ આવી ઘટનાઓને તો રાજનીતિ નહીં, માનવતાથી તોળો’

 | 1:06 am IST

  • ‘સરકાર જાગૃત છે જ, ઘટના બની કે ત્વરીત પગલાં સાથે કેન્દ્રને પણ જાણ કરાઈ’નું કથન 

રાજકોટ : ઉનાના મોટા સમઢીયાળા ગામે દલિત અત્યાચારની બનેલી ઘટના બાબતે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિરોધ પક્ષો અને કેટલાક અગ્રણીઓને આડે હાથ લેતાં શબ્દો ઉચ્ચાર્યા હતા કે ‘ઘટના બની એ દુઃખદ છે, આવી ઘટનાઓને તો કમ સે કમ રાજનીતિ કે રાજકારણ નહીંમાનવતાથી તોલવી જોઈએ, સરકાર સક્રીય અને જાગૃત છે જે હુમલાખોરો સામે કડક કાર્યવાહી થઈ રહી છે અને સખ્ત સજા મળે એ માટેના પગલાંઓ પણ લેવાઈ રહ્યા છે.’
અસરગ્રસ્તોના ખબર અંતર બાદ પત્રકારો સમક્ષ વીશેશમાં જણાવ્યું કે ઉના અને અહીં અસરગ્રસ્તોએ ન્યાય મળે તેવી માગણી કરી છે, રાજ્ય સરકાર ન્યાય માટે જ બેઠી છે. અત્યાચારની ઘટનામાં ઔઔહત્યાની કોશીશ અને લૂંટ સહિતની કલમો પણ ઉમેરવામાં આવી છે. ઘટના બની કે ફરિયાદના આધારે નામના આધારે તરત જ પાંચની ધરપકડ કરી, અત્યાર સુધીમાં ૧૬ની ધરપકડ કરી હજી પણ વિડીયો ક્લીપના આધારે અન્યોને પણ શોધી ધરપકડ કરવાની સુચના અપાઈ છે. સી.આઈ.ડી.ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે ૩૦ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચલાવાશે. જેવી ઘટના બની કે તરત જ સખ્તાઈ ભર્યા પગલાં લેવાયા છે અને એ બધી માહિતી ગૃહ વિભાગ, વૈંકૈયાજી, પી.એમ.ઓફિસને રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી છે. હું પોતે જ સતત સંપર્કમાં છું, બધા પક્ષો મહેરબાની કરીને આવી ઘટનાઓને રાજકીય રીતે ન તોલે સહિતના શબ્દો સાથે વિરોધી પક્ષોને આડે હાથ લઈ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળ્યું હતું. મુખ્યમંત્રી બહાર નીકળ્યા ત્યારે એક, બે દલિત અગ્રણીએ દેખાવના પ્રયાસ કરતાં પોલીસે અટકાયત કરી હતી.
‘કોઈપણ સમાજને તેઓનું કામ કરવાનો હક્ક છે’

મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દલિત સમાજના લોકો પોતાનું કામ કરતાં હતાને માર્યા, કોઈપણ સમાજને તેઓનું કામ કરવાનો હક્ક છે. આખી ઘટનાને નકારી કાઢી નીંદા કરૃ છું, આવી કોઈ ઘટના ન ઘટે તે માટે છ કરોડ ગુજરાતીઓને અપીલ કરુ છું. દરેક સમાજને પોતાનું કામ કરવાનો અબાધિત હક્ક છે. અને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

  • ‘ગરીબાઈનો વિકલ્પ શિક્ષણ છે’

‘મુખ્યમંત્રીએ દલિત સમાજને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઉનાના સમઢીયાળા ગામે અસરગ્રસ્તોને તેમના સંતાનોને ભણાવવા માટે અને એ માટે સરકારી સહાય અને હોસ્ટેલ સુધીની સવલતની ખાતરી અપાઈ છે. ગરીબાઈનો વિકલ્પ શિક્ષણ, અભ્યાસ છે એ માટે દલિત પરિવારોને સમજાવ્યા છે અને પો²Ýí બે માસ પછી ફરી ઉનાના સમઢીયાળા ગામે જશે.’