કરખડીમાં પીકઅપ અડફેટે બાઈક આવતા એકને ઈજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કરખડીમાં પીકઅપ અડફેટે બાઈક આવતા એકને ઈજા

કરખડીમાં પીકઅપ અડફેટે બાઈક આવતા એકને ઈજા

 | 2:30 am IST

ા પાદરા ા

પાદરાના કરખડી ગામે માતાના મંદિર પાસે બોલેરો પિકઅપ ગાડીના ચાલકે મોટર સાઈકલને ટક્કર મારતા બાઈકની પાછળ બેઠેલા પુત્રને ગંભીર ઇજાઓ થતા તેને ડભાસા ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

પાદરા ના કરખડી ગામે રહેતા પીનલભાઈ દાદુભાઈ પટેલ નાઓ મોટર સાયકલ માં પેટ્રોલ નહિ હોવાથી પીનલભાઈ પટેલ તેમજ પુત્ર નીવ કરખડી ચોકડી પર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા માટે આવેલ હતા.

 તે વખતે કરખડી ચોકડી જતા રોડ પર માતાના મંદિર પાસે બોલેરો પિકઅપ ચાલકે મોટર સાયકલને ટક્કર મારી એક્સિડન્ટ કરતા પાછળ બેઠેલ નિવ ફ્ંગોળાઈ જતા રોડ પર નીચે પડી ગયો હતો. આ ઉપરાંત મોટરસાયકલ રોડની સાઈડમાં જતી રહી હતી. રોડ પર ફંગોળાયેલા નિવને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા ખાનગી વાહનમાં ક્રોસ રોડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. વડુ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી ફ્રિયાદના આધારે બોલેરો પિકઅપ ના ચાલકે હિતેન્દ્ર ઉફ્ર્ે કાલો જેસંગભાઈ પઢીયાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;