કરખડીમાં ર્હાિદકના ટેકામાં મહિલાએ રામધૂન બોલાવી - Sandesh
  • Home
  • Baroda
  • કરખડીમાં ર્હાિદકના ટેકામાં મહિલાએ રામધૂન બોલાવી

કરખડીમાં ર્હાિદકના ટેકામાં મહિલાએ રામધૂન બોલાવી

 | 2:44 am IST

માંગણીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

જિલ્લાના મહિલા આગેવાનો પણ જોડાયાં

ા પાદરા  ા

પાટીદાર સમાજને અનામત મળે તથા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ર્હાિદક પટેલ દ્વારા આંદોલન કરાયું છે જેના સમર્થન માટે પાદરા તાલુકાના કરખડી ગામે મહિલાઓ દ્વારા રામધુનનો કાર્યક્રમ યોજાયો હતો. વડુ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે ર્હાિદક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવ્યા છે. જેના સમર્થનમાં ગુજરાત ભરના ગામોમાંથી ર્હાિદક પટેલને સમર્થન મળી રહ્યું છે. ર્હાિદક પટેલની તબિયત સારી રહે અને અનામત મળે તથા સરકાર તેની માંગણીઓ સ્વીકારે તે માટે અનેક સ્થળોએ પાટીદાર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે આજે પાદરાના કરખડી ગામે પટેલ વાડીમાં કરખડી ગામની મહિલાઓએ રામધૂનનો કાર્યક્રમ યોજીને ર્હાિદક પટેલને સમર્થન આપ્યું હતું.

મહિલાઓ મોટી સંખ્યામાં કરખડી ગામે પટેલ વાડીમાં એકત્રિત થઇ હતી. અને રામધૂનની રમઝટ બોલાવી હતી. સાથે જિલ્લા મહિલા કોંગ્રેસના આગેવાન પણ આવી પહોંચી હતી. અને તેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે માંગ કરી હતી. કરખડી ગામે યોજાયેલા રામધૂનના કાર્યક્રમને લઇને વડુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉલ્ેખનિય છે કે રાજ્યમાં પાટીદાર સમાજને અનામતનો લાભ અપાવવા અને ખેડૂતોનાં દેવાં માફ કરવા માટે ર્હાિદક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવતાં ઠેર ઠેર તેના ટેકામાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.

;