કરજણમાં ઘરની પાછળ ગૅલેરીમાં મગર આવી ચડતાં ગભરાટ ફેલાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કરજણમાં ઘરની પાછળ ગૅલેરીમાં મગર આવી ચડતાં ગભરાટ ફેલાયો

કરજણમાં ઘરની પાછળ ગૅલેરીમાં મગર આવી ચડતાં ગભરાટ ફેલાયો

 | 2:30 am IST

ા કરજણ ા

કરજણ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ ખડો થયો છે. રોજ બરોજ દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ રહે છે અને વરસાદી ઝાપટા પડતા રહેતા હોય છે. ત્યારે આજરોજ બુધવારે કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં એક મકાનના પાછળના ભાગે આવેલી ગેલેરીમાં ક્યાંકથી મગર આવી પહોંચતાં રહીશોમાં ફ્ફ્ડાટ ફ્ેલાયો હતો. સ્થાનિક રહીશો દ્વારા ગેલેરીમાં આવી ગયેલા મગર બાબતની જાણ કરજણ વનવિભાગને કરતાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ વનવિભાગ ની ટીમને મગરને પાંજરામાં પુરવામાં સફ્ળતા મળી હતી. મગર પાંજરે પૂરતાં સોસાયટીના રહીશોનેે હાશકારો થયો હતો. રેસ્ક્યુ કરાયેલા મગરને કરજણ વનવિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. કરજણ નગરમાં ઘરની ગેલેરીમાં મગર આવી ગયાનો બનાવ બનતાં નગરજનોમાં ભયનો માહોલ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;