કરજણમાં પત્નીના વિધર્મી સાથેના અનૈતિક સબંધોની ઘટના - Sandesh
  • Home
  • Baroda
  • કરજણમાં પત્નીના વિધર્મી સાથેના અનૈતિક સબંધોની ઘટના

કરજણમાં પત્નીના વિધર્મી સાથેના અનૈતિક સબંધોની ઘટના

 | 2:30 am IST

પ્રેમી યુગલની પોલીસ સમક્ષ કબૂલાત, હાં પ્રેમ સબંધ હતો

પત્ની ,પ્રેમી અને પ્રેમીના પિતાની પોલીસે કરેલી ધરપકડ

ા વડોદરા ા

પત્નીના વિદ્યર્મી યુવાન સાથેના અનૈતિક સબંધોથી ત્રસ્ત થઇ ઝેરી દવા પી આપધાત કરનાર કરજણના યુવાનના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે યુવાનની પત્ની તેના પ્રેમી અને પ્રેમીના પિતાની ધરપકડ કરી હતી. યુવાનની પત્ની અને પ્રેમીએ તેઓ વચ્ચે પ્રેમ સબંધ હોવાની કબુલાત કરી હતી.

કરજણ જુના બજાર રામદેવ મંદિર પાસે રહેતો મનહર નાથાભાઇ પરમાર (ઉ.વ.૪૦) કલરકામ કરતો હતો. તેની પત્ની કૈલાશ નજીકમાં પ્રોવિઝન સ્ટોર્સ ધરાવતા મુસ્તકીમ પટેલના પ્રેમમાં પડી હતી. કૈલાશ, મુસ્તકીમ ,મુસ્તકીમના પિતા શબ્બીરભાઇ પટેલ માનસિક ત્રાસ આપતા હતા. જયારે મુસ્તકીમના મામા જે કરજણ વોર્ડ નંબર ૭ના ભાજપના કોર્પોરેટર છે તેમને અને મુસ્તકીમે ૧૧મી સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ કલાકે મનહરને માર પણ માર્યો હતો. આ અંગે મનહરના ભાઇ નગીનભાઇએ ઔકરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કૈલાશ, મુસ્તકીમ , શબ્બીરભાઇ પટેલ અને મહંમદ સીંધી વિરૃધ્ધ ઇ.પી.કો કલમ ૩૨૩, ૫૦૪,,૩૦૬,૧૧૪ એટ્રોસીટી એકટ કલમ ૩(૨) (૫) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ બનાવની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી બી.ડી. ચૌધરીને તપાસ સોંપી હતી .આ ગુનામાં સંડોવાયેલા આરોપી કૈલાશ અને મુસ્તકીમની પોલીસે પુછપરછ કરતા તેમને તેઓ વચ્ચે પ્રેમ સબંધ હોવાની કબુલાત કરી હતી.પરંતુ સાડા ત્રણ મહિના સુધીજ તેમની વચ્ચે પ્રેમ સબંધો રહ્યા હતા. ત્યાર પછી મુસ્તકીમે તેઓ વચ્ચે સબંધો નહી હોવાની રેકર્ડ વગાડી હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીઓની આ બનાવ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમ્યાન એવી પણ વિગત પણ સપાટી પર આવી છે કે, મનહર અને કૈલાશ વચ્ચે થયેલા ઝઘડાના લીધે કૈલાશે થોડા સમય અગાઉ પીયરવાટ પકડી હતી. તે સમયે મનહર અને તેનો ભાઇ નગીનભાઇએ કૈલાશને પિયરમાંથી સમજાવીને પરત લઇ આવ્યા હતા.

ભાજપના કોર્પોરેટર મહંમદ સિંધીને ઝડપી પાડવા આશ્રય સ્થાન પર પોલીસના વ્યાપક દરોડા

મનહર પરમારના આપધાત પ્રકરણમાં સંડોવાયેલા ા કરજણ વોર્ડ નંબર ૭ના ભાજપના કોર્પોરેટર મહંમદ સીંધીને ઝડપી પાડવા પોલીસે તેમના ઘરે તપાસ કરી હતી.જોકે ગઇકાલે સાંજ થીજ તેઓ ઘરેથી ચાલી નીકળ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ. મનહરને ગત તા.૧૧મી સપ્ટેમ્બરના મુસ્તકીમ અને તેના મામા મહંમદ સીંધીએ ધોલધાપટ કરી હતી.આ બનાવમાં મહંમદ સીંધી પણ આરોપી છે. પોલીસે મહંમદ સીંધીના આશ્રય સ્થાનો પર પણ તપાસ હાથ ધરી છે.