કરજણ તાલુકાના ધાવટમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું - Sandesh
  • Home
  • Newspaper
  • કરજણ તાલુકાના ધાવટમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

કરજણ તાલુકાના ધાવટમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

 | 3:13 am IST

 

કરજણ ઃ કરજણ તાલુકાના ધાવટ ગામે પંચાયતની વિવિધ વિકાસ ની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૮.૨૫ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ નિશાળીયા ના હસ્તે કરવામાં આવેલ છે. વિકાસના કામોમાં ધાવટ ગામે રાઠોડ વાસ પાસે નાળુ, પ્રાથમિક શાળા સામે આવેલ મકાન પાસે પેવર બ્લોક, ગટર લાઈન, પાણીની લાઈન, આરસીસી રોડ, સ્મશાનમાં હેન્ડ પંપ, ધન કચરા માટે રીક્ષા, આંગણવાડી રીપેરીંગ જેવા કામો નું ખાતમુહૂર્ત કરાયેલ છે. કાર્યક્રમમાં કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ પટેલ સહીત કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;