કરજણ નગર પાલિકાને ગંદકી-રોગચાળો નિયંત્રણમાં લેવા નોટિસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કરજણ નગર પાલિકાને ગંદકી-રોગચાળો નિયંત્રણમાં લેવા નોટિસ

કરજણ નગર પાલિકાને ગંદકી-રોગચાળો નિયંત્રણમાં લેવા નોટિસ

 | 3:06 am IST

ગંદકીઉકરડાના નિકાલમાં છતી થતી પાલિકા તંત્રની સદંતર નિષ્ક્રિયતા

કરજણ

કરજણ નગર પાલિકાની ઘોર લાપરવાહીના કારણે વધી રહેલા  મેલેરિયા, કમળો, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા અનેક રોગો તેમજ નગરના સ્લમ વિસ્તારોમાં ગંદકી અને પીવાના દૂષિત પાણીની સમસ્યાઓથી પરેશાન બાબતના મળેલા અહેવાલથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કરજણ નગર પાલિકાના જાહેર આરોગ્ય સલામતી વિભાગને રોગચાળો અને ગંદકી તત્કાળ નિયંત્રણમાં લેવા પગલાઓ લેવાની તાકીદે નોટિસ  ફટકારતા પાલિકાના આરોગ્ય વિભાગમાં ભારે ગભરાટ ફેલાયો છે.

કરજણ નગર પાલિકા તરફ્થી નિયમોની જોગવાઈ અનુસાર જાહેરમાં ઘનકચરા અને ગંદકીનો નિકાલ કરનારા જવાબદાર ઈસમો વિરુધ્ધ કોઈ પણ દંડનીય કે શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવતા નથી. નગરના હુસેન ટેકરી વિસ્તાર નજીકના જાહેર રસ્તાઓ , ઇન્દિરા નગરી , ઠાકરદાવાસ , જલારામનગર તેમજ .પી.એમ.સી નજીકના નવા શાકમાર્કેટ જેવા અનેક વિસ્તારોમાં મહિનાઓથી ઘનકચરા અને ગંદકી ના ઉકરડા જોવા મળી રહ્યા છે. જેના નિકાલ કરવામાં ભારે નિષ્ક્રિયતા તંત્ર દ્વારા દાખવવામાં આવી રહી છે.

  ઉપરાંત રાજ્ય સરકાર પ્રાથમિકતા આપી રહી છે તેવા કરજણ નગરના પછાત વર્ગના ગરીબ નગરજનોના વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં અનેક જગ્યાએથી દૂષિત પાણી ભળી રહ્યું છે. જે પાણીજન્ય રોગને આમંત્રણ આપી રહ્યું છે. બાબતે સ્લમ વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકરો તરફ્થી મૌખિક અને લેખિત રજૂઆતો કરાયેલી હોવા છતાં નગરના એક પણ સ્લમ વિસ્તારમાંથી પીવાના પાણી તેમજ પાલિકાના ટયુબવેલના પાણીના સેમ્પલો સરકારની લેબોરેટરીમાં મોકલવાની અને બાયોલોજીકલકેમિકલ ટેસ્ટ રિપોર્ટ મંગાવાની કાર્યવાહી વારંવાર સૂચનાઓ આપવામાં આવેલ હોવા છતાં કાર્યવાહી થયેલ હોવાનું જાણવા મળે છે. પરિણામે વડોદરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના અનુસાર  દિન માં પીવાના પાણીના સેમ્પલ ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવા કરજણ નગર પાલિકાને લેખિતમાં નોટિસ ફ્રમાવવામાં આવતા નગરપાલિકા વર્તુળમાં ભારે ગભરાટ અને ફ્ફ્ડાટ ફ્ેલાવા પામ્યો છે. કરજણ નગરના નવાબજાર અને જુનાબજારના અનેક વિસ્તારોમાં ઘરગથ્થુ અને વરસાદી પાણીના લાંબાગાળાથી જોવા મળતાં દૂષિત પાણીના સંગ્રહસ્થાનો દૂર કરવાની અને આવા સંગ્રહ સ્થાનોમાં અસરકારક જંતુનાશક દવાઓનો વાસ્તવિક ધોરણે ઉપયોગ થતો નથી. જેના કારણે ઝડપથી રોગચાળોનો ફ્ેલાવનારા મચ્છરોનો ઉપદ્રવ બેફમ બની ચુક્યો છે. આમ છતાં કરજણ નગરપાલિકા સબ સલામત હોવાનું અને જાહેર આરોગ્ય વિષયક કોઈ સમસ્યાઓ નહિ હોવાનું ગુલબાંગો હાંકી રહી હોવાથી નગરજનોમાં ચિકનગુનિયા , ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ઝડપથી વધી રહેલા હોવાનું જાણવા મળતા વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફ્થી કરજણ નગર પાલિકા યોગ્ય તે પગલાઓ તવરીત ગતિએ લેવાય એવી તાકીદ ફ્રમાવવામાં આવેલ છે. હકીકતોની જાણ થતાં નગરજનો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;