કરજણ પંથકમાં નબળા ચોમાસાને કારણે બિયારણ નિષ્ફળ જવાની ભીતિ - Sandesh
  • Home
  • Baroda
  • કરજણ પંથકમાં નબળા ચોમાસાને કારણે બિયારણ નિષ્ફળ જવાની ભીતિ

કરજણ પંથકમાં નબળા ચોમાસાને કારણે બિયારણ નિષ્ફળ જવાની ભીતિ

 | 1:23 am IST

કરજણ, તા.૨૨

કરજણ ચોમાસાનો પ્રારંભ નબળો રહ્યો છે. જમીન તરબોળ થાય તેટલો વરસાદ આજદિન સુધી નહી પડતા વાવણી નષ્ટ થવાના આરે છે. બિયારણ ઔનિષ્ફળ જવાની ભીતીથી ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે.કરજણ તાલુકો કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. ખેતી પ્રધાન તાલુકો છે. પૂરક ધંધા તરીકે પશુપાલનનો ધંધો પણ વિકાસ પામતો છે. છેલ્લા બે ત્રણ દિવસ વરસથી તાલુકામાં ચોમાસુ નબળુ રહ્યુ છે અને મેઘરાજા મહેર કરે ત્યારે એક સામટો વરસી પડે જેથી ખેડૂતોએ પિયાત કરી ઉછારેલી ખેતીની પણ હાલત કફોડી કરી નાખતો હોય છે.

  • ખેત તલાવડીઓ અને ગામના તળાવો ખાલીખમ

જેથી ધરતીપુત્રોની હાલત દાઝયા પર ડામ જેવી થતી હોય છે. ગત વર્ષે ૨૨-૭-૧૫ના રોજ ૧૯૨ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ચાલુ વર્ષે તા. ૨૨-૭-૧૬ના રોજ ૧૨૯ મીમી વરસાદ નોંધાયો છે. આમ ગત વર્ષની સરખામણીમાં પણ ૬૩ મીમી વરસાદ ઓછો પડયો છે આ તાલુકામાં વાવેતર રાગે પડતું નથી. જયાં પિયતની સગવડ છે ત્યાં સિંચાઇ દ્વારા વાવેતર સુધરી ગયાનું જણાય છે ખેત તલાવડીઓ અને ગામના તળાવો ખાલીખમ છે. વરસાદ ખેંચાય તો ઘાસચારાની પણ સમસ્યાઓ સર્જાય તેમ છે. ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે ગત ઔવર્ષે કપાસનો પાક નિષ્ફળ ઔગયો હતો.

વળી પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોમાં મળ્યા ન હતા. ખેડૂતોને ભાવ મળે તે માટે જે કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી તેનો સીધો લાભ વેપારીઓને જ થયો છે. ખેડૂતોને કોઇ ફાયદો થયો નથી. વળી ગત વર્ષે તુવરના ભાવ ભડકે બળ્યા હતા. ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ તુવરના પાકમાં તેજી રહેશે તેવી આશાએ ખેડૂતોએ તુવરનું વાવેતર વધારી દીધું છે. પરંતુ વરસાદ ઘણો ઓછો હોય તુવરનું વાવેતર પણ પચાસ ટકા જ સુધર્યું હોવાનું જણાય છે. આજદિન સુધીમાં પાંચ ઇંચ જેટલો કુલ વરસાદ નોંધાયો છે.

જે ખેતરોમાં કંઇ દેખાતો નથી. જમીન સુકી ભઠ રહેતા વાવણી સુધરતી નથી. પરિણામે વરસાદ ઓછો રહે અને ચોમાસુ નબળુ જાય તો ખેડૂતોને વરસ કેવીરીતે કાઢવું તે ભારે સમસ્યા ઉભી થાય તેમ છે. સાથે ઘાસચારાની પરિસ્થિતિ પણ વિકટ બને તેમ છે.