કરજણ પાલિકામાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવતા ઉમેદવારો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • કરજણ પાલિકામાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવતા ઉમેદવારો

કરજણ પાલિકામાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવતા ઉમેદવારો

 | 2:45 am IST

મતદારોને મનાવવા પ્રલોભનો અને ભેટ સોગાદોની વહેંચણી

કરજણ, તા.૧૪

કરજણ નગર પાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો કોઇપણ ભોગે વિજેતા થવા એડીચોટીનું જોર લગાવી શામ-દામ- દંડ ભેદની નિતી અપનાવી મતદારોને રીઝવવા પ્રલોભનો આપવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. પરિણામે કરજણના શાણા મતદારો ઉમેદવારોનો ખેલ અને તમાસો જોઇ મુંગો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

કરજણ નગર પાલિકાની ચૂંટણીને બે દિવસ બાકી છે અઠ્ઠાવીસ બેઠકો માટે એકસો મુરતિયાઓ વચ્ચે જંગ જામનાર છે. પરિણામ વિચિત્ર આવે તેવી આશંકા છે. વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી શકતા નથી. ત્યારે મતદારોને રીઝવવા  વર્ષોથી ચૂંટાતા ઉમેદવારો અને નવા નિશાળીયા કે જેઓએ પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવ્યંુ છે. તેવા મોટા ભાગના ઉમેદવારોએ મતદારોને મનાવવા પ્રલોભનો અને ભેટ સોદાગો તથા નિશાનની વહેંચણીની લ્હાણી કરવાના શ્રીગણેશ કર્યાનું જાણવા મળે છે. ઠેર ઠેર ખાણીપીણી અને મહેફિલોના આયોજન કરવા છુટો દોર મુકાયાનું જાણવા મળે છે. ચૂંટાયા બાદ વિકાસના કામોને યાદ નહી કરનારા પરંતુ છેલ્લા ચાર  મહિનાથી પાલિકાના મોટાભાગના વિસ્તારમાં કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે.

હાલમાં થઇ રહેલા વિકાસ કાર્યો પાછળ કોઇ રણીધણી નહી હોવાને કારણે ઇજારદાર પોતાની મરજી મુજબ હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરતાં આ કામો બિનટકાઉ અને ભ્રષ્ટ્રાચારની બુમ ઉઠવા પામી છે. સોસાયટીઓના આંતરિક રસ્તાઓ અને પીવાના પાણી પુરવઠાની અતિ આવશ્યક અનિવાર્ય ગણાતી પાયાની સુવિધાઓથી નગરજનો વંચિત રહ્યા છે. ત્યારે પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોએ પોતા જ વોટબેંક મજબૂત બનાવવાના કામો તેમજ હોદ્દાની રૃએ મળેલી સત્તાઓનો મનસ્વી ગેર ઉપયોગ કરીને અન્ય વિકાસના કામો કરવા કરાવવામાં આવી રહ્યાનું નગરજનો જણાવી રહ્યા છે.

વળી નગર પાલિકા તરફથી હાલમાં પીવા માટેનું પાણી નગરજનોને પુરુ પાડવામાં આવે છે તે આરોગ્યની સલામતીને હાનીકર્તા અને બિન આરોગ્યપ્રદ હોવાથી રાજ્ય સરકાર દ્વારા પાલિકા મારફત પીવા માટે  નર્મદા નદીનું પાણી પુરુ પાડવામાં આવતું હતું. તે સાશકોના ગેરવહીવટના કારણે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી બંધ કરાયેલું છે જે બાબતે જાગૃત જાગૃત નાગરિકો દ્વારા સણસણતા સવાલો પૂછતા ઉમેદવારોને જવાબ આપતાં પરસેવો છુટી જતો હોય છે. પરિણામે યુવા વર્ગ અને જાગૃત નાગરિકો નાની મોટી લલાચ અને પ્રલોભન તેમજ જ્ઞાાતિ જાતિવાદને તાબે થયા વિના નગરનો વિકાસ થતા તેવા ઉમેદવારોને વિજયી બનાવવા કટીબદ્ધ થયાનું જાણવા મળે છે.

;