કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ધીમી કામગીરીથી લોકોમાં રોષ - Sandesh
  • Home
  • Baroda
  • કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ધીમી કામગીરીથી લોકોમાં રોષ

કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ધીમી કામગીરીથી લોકોમાં રોષ

 | 2:43 am IST

બે માસથી માત્ર એક કમ્પ્યુટર ઓપરેટર છે

વહેલી તકે ઓપરેટર મૂકવામાં આવે તેવી ખેડૂતોની માગ

। કરજણ ।

કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા બે માસથી એક જ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા દસ્તાવેજ નોંધણી કામગીરી ચાલે છે. જેના કારણે કતારો લાગતી હોવાથી ખેડૂતોના સમયની બરબાદી થઇ રહી છે.

૯૪ ગામો ધરાવતા કરજણ તાલુકામાં ને.હા. ૪૮ તથા રેલવે લાઇનને કારણે જમીનોનો સોદાઓનું પ્રમાણ વધુ રહે છે. તાલુકા સેવાસદન જુના બજાર ખાતે સબ રજીસ્ટ્રારની કચેરી આવેલી છે. જેમાં એક સબરજીસ્ટ્રાર અને બે કોમ્પ્યુટર ઓપરેટરનો સ્ટાફ હોવાનું જાણવા મળે છે. છેલ્લા બે માસ ઉપરાંતથી મહિલા ઓપરેટર લાંબી રજા પર છે. પરિણામે એક ઓપરેટર પર કામની તવાઇ છે. જેના કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.

બીજી તરફ તાલુકા અને બહાર ગામથી જમીનોના થયેલા સોદાઓના દસ્તાવેજ માટે આવતી જનતા હેરાન પરેશાન છે. તેઓનું કામ એકજ ઓપરેટરના કારણે સમય મર્યાદામાં થતું નથી. અને આખો દિવસ ફિલ્ડિંગ ભરવી પડે છે. એકાદ દિવસ ઓપરેટર રજા પર હોય તો કામ ચાલી જાય પરંતુ લાંબી રજા પર હોવાને કારણે તાલુકા અને બહાર ગામથી આવતાં વૃદ્ધો તેમજ અન્ય લોકોએ હાલાકી વેઠવી પડે છે.

;