કલેક્ટરનો ફૂંફાડો ઃ એસપીસીએ કમિટી બરખાસ્ત - Sandesh
 • Home
 • Newspaper
 • કલેક્ટરનો ફૂંફાડો ઃ એસપીસીએ કમિટી બરખાસ્ત

કલેક્ટરનો ફૂંફાડો ઃ એસપીસીએ કમિટી બરખાસ્ત

 | 3:00 am IST

 • વર્ષ ૨૦૧૩ બાદ યોજાયેલી બેઠકમાં ૨૩ લાખ રૂપિયા વણવપરાયેલા મળી આવ્યા
 • નવા આવેલા કાયદાની જાણકારી આપવા તમામ વિભાગો સાથે બેઠક કરી તાલીમ અપાશે
  ા સુરત ા
  પ્રાણીઓ પર થતા અત્યાચાર નિવારવા માટે બનાવવામાં આવેલી કમિટી વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધી શોભાના ગાંઠીયા સમાન હતી. આ કમિટીને બરખાસ્ત કરીને આગામી એક મહિનામાં નવી કમિટી બનાવવાનો નિર્ણય કલેકટરની અધ્યક્ષતામાં લેવાયો છે.
  પ્રાણીઓ પર થતા અત્યાયાર નિવારવા માટે રાજ્ય સરકારે તમામ જિલ્લામાં એસપીસીએ (સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ)ની રચના કરી છે. તેમાં જિલ્લા કલેકટર, જિલ્લા પશુપાલન અધિકારી, પોલીસ કમિશનર સહિતના સભ્યો હોય છે. આની બેઠક આજે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તેમાં આગામી ૧૫ દિવસમાં નવી કમિટી બનાવવા માટેનુ જાહેરનામુ બહાર પાડીને નવેસરથી સભ્યની નોંધણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આગામી એક મહિનામાં નવી કમિટી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધી પશુ અત્યાચાર નિવારવા માટે બહાર પાડવામાં આવેલા કાયદાની જાણકારી સંલગ્ન વિભાગને મળી રહે તે માટે તાલીમ શિબિર યોજવાનુ પણ નક્કી કરાયુ છે. જેથી નવા કાયદાની જાણકારી સંબધિત વિભાગને મળી રહેશે. સાથે સાથે વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધી એક પણ બેઠક મળી નહીં હોવાના કારણે કમિટીના ખાતામાં ૨૩ લાખ જેટલી માતબર રકમ કરંટ ખાતામાં પડી હતી. આ રકમ વપરાયા વિના કરંટ ખાતામાં હોવાથી વ્યાજ પણ મળ્યુ નહીં હોવાનુ ગંભીર બેદરકારી કમિટીની બહાર આવી હતી. તેમજ કતલખાને જતા પશુને બચાવવા માટે એક પશુ દીઠ દરરોજ ૭૦ રુપિયા પાંજરાપોળને આપવાની પણ જાણકારી નહીં હોવાનો મુદો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. જેવી તમામ બાબતોની જાણકારી કમિટી પાસે નહીં હોવાના કારણે જ નાંણાનો ખર્ચ કરવામાં આવ્યો નહોતો. જેથી કમિટીને બરખાસ્ત કરીને નવેસરથી કમિટી બનાવવાનુ નક્કી કરાયુ છે. આ માટેના આદેશ કલેકટર દ્વારા આપી દેવામાં આવ્યા છે.

  પશુ અત્યાચાર નિવારણ કાયદાની જાણકારીમાં પશુપાલન અધિકારી ભોઠ પુરવાર
  એસપીસીએ કમિટીમાં જિલ્લા પશુપાલન અધિકારી પણ હોય છે. જેથી નવા આવતા કાયદાની પુરતી જાણકારી તેઓ પાસે હોવી જોઇએ. તેમજ અત્યાર સુધી નવા આવેલા કાયદામાં કયા કયા ફેરફાર થયા તેની પણ જાણકારી પશુપાલન અધિકારી પાસે જ નહોતી. જેથી છેલ્લા છ વર્ષમાં પશુ અત્યાચાર નિવારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે બહાર પાડેલા પરીપરત્ર એકત્ર કરીને તેની જાણકારી તમામને આપવા માટેના પણ આદેશ કલેકટર દ્વારા કરવામાં આવ્યા છે. પશુપાલન અધિકારી હોવા છતાં પશુ પર થતા અત્યાચાર નિવારવા માટેના કાયદાની જાણકારી નહીં હોવાથી બેઠકમાં ભોઠા પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;