કલ્યાણપુરના લાંબામાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ - Sandesh
  • Home
  • Gujarat
  • કલ્યાણપુરના લાંબામાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ

કલ્યાણપુરના લાંબામાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ

 | 4:08 am IST
  • Share

પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો

દાંડીયારાસના પ્રોગ્રામમાં પાક રક્ષણના હથિયારથી ફાયરિંગ કરાયું

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરિવારના યોજાયેલા લગ્ન પ્રસંગમાં હથિયાર વડે હવામાં ફયરિંગ કરાયાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

કલ્યાણપુરના લાંબા ગામે ગત તા.21-11ના રોજ આહીર પરિવારના ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. તે દરમ્યાન રાત્રે દાંડિયારાસના કાર્યક્રમમાં મેરામણભાઈ ચેતરીયા અને રાણાભાઈ ચેતરીયાએ પાક રક્ષણનું બાર બોર ગન  સાથે લઈ આવ્યા હોય અને જુઠા ચેતરીયા અને વજસી ચેતરીયા પાસે હથિયાર ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં દાંડિયારાસમાં હવામાં ફયરિંગ કરતા પોલીસે બે પરવાનાવાળા આસામીઓ અને હવામાં ફયરિંગ કરનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. દાંડિયા રાસના પ્રોગ્રામમાં હવામાં ફયરિંગ થયાનું વિડીયો વાયરલ થતા ભારે ચકચાર જાગી હતી. કલ્યાણપુરના પી.એસ.આઈ એફ્.બી. ગગનીયા ખુદ ફ્રિયાદી બની ને ઉપરોક્ત શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો