કલ્લાબચાર ફાટક પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત થયું - Sandesh
  • Home
  • Baroda
  • કલ્લાબચાર ફાટક પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત થયું

કલ્લાબચાર ફાટક પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત થયું

 | 3:20 am IST

 

કંડારીમાં આધેડનું વાહન અડફેટે મોત

 

। કરજણ ।

કરજણ તાલુકાના કલ્લા – બચાર નેરોગેજ રેલવે ફાટક પાસે મોટર સાયકલ આકસ્મીક રીતે સ્લીપ ખાતા બાઇક સવારને જીવલેણ ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ અજાણ્યા વાહન ચાલકે કંડારી ગામે રોડ ક્રોસ કરતા એક આધેડને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યા જાણવા મળે છે.

કરજણ તાલુકાના બકાપુરા નવી નગરીમાં રહેતો ભીખાભાઇ ચુનીલાલ વસાવા ઉ.વ. ૩૫ તા. ૨૯-૯ના રોજ પોતાની મોટર સાયકલ લઇ જઇ રહ્યો હતો. ત્યારે કલ્લા બચાર નેરોગેજ રેલવે ફાટક પાસે અચાનક બાઇખ સ્લીપ ખાતા તેને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં પ્રથમ તેને કરજણ સરકારી દવાખાને સારવાર અર્થે લવાયો હતો. ત્યાર બાદ તા. ૩૦ના રોજ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પંદર દિવસની ટુંકી સારવાર બાદ તે મરણ ગયાનું જાણવા મળે છે. પોલીસે મરનાર બાઇક સવાર વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં કંડારી ગામે એક હોટલ નજીક રોડ ક્રોસ કરી રહેલ કુમાર ભવાની શંકરને પુર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અડફેટમાં લેતા તેને માથા તથા બંને પગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજાવી વાહન લઇ ભાગી છુટયાની ફરિયાદ નોંધાવા પામી છે.

;