કવાંટમાં ખેડૂતોને સહાય આપવા માટે ઓનલાઈનો અરજીઓ મગાવાઇ - Sandesh
  • Home
  • Baroda
  • કવાંટમાં ખેડૂતોને સહાય આપવા માટે ઓનલાઈનો અરજીઓ મગાવાઇ
 | 3:40 am IST

કવાંટ, તા. ૨૦

સૌથી વધુ ખેડૂતોની વસ્તી ધરાવતા કવાંટ તાલુકામાં હાલ વરસાદી ખેતી ઉપર નભતા ખેડૂતો માટે સરકાર દ્વારા હેન્ડ ટુલ્સી આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોદાળી નં-૨, પાવડા નંગ-૨, ખુરશી નંગ-૫, પંજેટી નંગ-૨, કુહાડી નંગ-૨, ત્રિકમ નંગ-૧, હાથ ઓરણી નંગ-૨, હાથ કરબડી નંગ નિંદાણ પાવડી નંગ-૩, કપાસ સાઠી ઉપાડવાનો ચીપીયો નંગ-૧, પાણી ઝારો નંગ-૨ જેવી જરૃરીયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે જેમાં ૭૫ ટકા સબસીડી અથવા વધુમાં વધુ ૪૫૦૦ રૃા. સહાય આપવામાં આવનાર છે. આ અરજી ૧૪-૭-૨૦૧૭ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખા ખાતે કરવાની રહેશે. તેમ ખેતીવાડી શાખાના ગ્રામસેવક રૃપસીંગ રાઠવાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;