કસક ગરનાળા ખાતે દાદર યથાવત રાખવા અપીલ કરાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કસક ગરનાળા ખાતે દાદર યથાવત રાખવા અપીલ કરાઈ

કસક ગરનાળા ખાતે દાદર યથાવત રાખવા અપીલ કરાઈ

 | 2:45 am IST

ભરૃચ કોંગ્રેસ દ્વારા આર એન્ડ બી વિભાગને આવેદનપત્ર

દાદર નાનો કરીને પણ સુવિધા ઉભી કરવાની માંગણી

। ભરૃચ ।

ભરૃચ નગરના પ્રવેશદ્વાર સમા કસક ગરનાળાને પહોળો કરવાની કામગીરીમાં સ્થાનિક રહીશોએ વિરોધ કરતા આ કામગીરી હાલ તુરત બંધ રાખવામાં આવી છે.

કસક ગરનાળુ પહોળુ કરવાના પગલે તેઓ જે દાદરથી જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના રસ્તા પર અવરજવર કરે છે તે દાદર પણ તૂટે તેવી સંભવના છે. તેથી રહીશોએ વિરોધ કરતા કસક ગરનાળાનું કામકાજ શનિવારે મોકુફ રાખવામાં આવ્યુ હતુ. આજે સોમવારે લોકોના વિરોધને સમજી ભરૃચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યપાલક ઈજનેર આર એન્ડ બી વિભાગને સંબોધન કરતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આવેદનમાં જણાવ્યા મુજબ ૭ મહિના પહેલા કસક ગરનાળામાં દાદર બાબતે રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. કસક ગરનાળામાંથી જે જુના ગોલ્ડન બ્રિજ પાસે જવા માટે જે દાદર છે તે દાદરને કાઢયા વગર કસકનો રસ્તો પહોળો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી તેવો ઉલ્લેખ કરાયો હતો. સાથે જ જણાવાયુ છે કે, વરસો જુના આ દાદરને કાઢયા વગર જ રોડ પહોળો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પરંતુ તાજેતરમાં ઈજનેર દ્વારા એવી જાણ કરાઈ હતી કે, હાલ જે દાદર છે તે નાનો કરીને પણ રાખવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

દાદર નાનો કરવો તેજ સમાધાન

કસક ગરનાળાની બાજુમાં આવેલ દાદર પરથી સ્થાનિક રહીશો અને વેપારીઓ જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અને તેથી ગોલ્ડન બ્રિજ પર અવરજવર કરતા હતા હવે જયારે કસક ગરનાળાને પહોળુ કરવાની કામગીરી હાથમાં લેવાઈ રહી છે ત્યારે દાદર સ્વભાવિક રીતે સાંકડો થાય અને તેથી સ્થાનિક રહીશોએ પણ દાદરને સાંકડો કરવા માટે સહમતિ આપી છે પરંતુ દાદરનું અસ્તિત્વ રહેવુ જરૃરી છે.

જૂના રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતો આ દાદર બધી જ રીતે મહત્વનો

અસલ જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોલ્ડન બ્રિજ પરથી ભલે હાલ વાહનોની અવરજવર ખુબ ઓછી સંખ્યામાં થતી હોય તેમ છતાં કસક ગરનાળા પરનો આ દાદર અતિ મહત્વનો છે તેનુ મુખ્ય કારણ એ છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતા ફુલોના વેપારીઓ અને અન્ય વેપારીઓ દાદરનો ઉપયોગ કરે છે. જેથી દાદરનું મહત્વ વધી ગયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;