કાગદડીમાં કાર પાણીમાં તણાઈ, વૃધ્ધાનું મોત મોટા ખીજડીયામાં વોંકળામાં બાળકનું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • કાગદડીમાં કાર પાણીમાં તણાઈ, વૃધ્ધાનું મોત મોટા ખીજડીયામાં વોંકળામાં બાળકનું મોત

કાગદડીમાં કાર પાણીમાં તણાઈ, વૃધ્ધાનું મોત મોટા ખીજડીયામાં વોંકળામાં બાળકનું મોત

 | 8:05 am IST
 • Share

 • રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી હોનારતની ૪ ઘટના
 • છાપરામાં ઉદ્યોગપતિ સહિત બેની શોઘખોળઃ ઉપલેટામાં બાઈક સવાર તણાયો
 • રાજકોટ: રાજકોટ સહિત જિલ્લામાં આભ ફાટયું હોય તેમ એક જ દિવસમાં ૬થી ૧૮ ઈંચ વરસાદના કારણે શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા અનેક રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા તેમાં કાગદડીમાં કાર પાણીમાં તણાઈ જતા ન્યારાના વૃધ્ધા અને પડધરીના મોટા ખીજડીયામાં ૪ વર્ષનો બાળક વોંકળામાં તણાઈ જતા મોત નિપજયું હોવાનું સરકારી તંત્રએ જાહેર કર્યું છે જયારે અન્ય બે ઘટનામાં ત્રણ લોકો પાણીમાં તણાઈ જતા શોઘખોળ હાથ ધરવામાં આવી છે.
  કાગદડી ગામના ઝાપા પાસે ધસમસતા પૂરના પાણીમાં પડધરીના ન્યારા ગામના ભરવાડ પરીવારની સેન્ટ્રો કાર પાણીમાં તણાઈ જતા ગામલોકોની મદદથી કારમાં સવાર ચાર લોકોમાંથી ૩ને બચાવી લેવામાં આવ્યા હતા અને મણીબેન મૈયાભાઈ ગમારા(ઉ.વ.૬૨) કારમાંથી નહી નિકળી શકતા અને પાણી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પૂરના પાણીમાં કારને દોરડાથી બાંધવામાં આવી હતી પરતું પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી કાર પાણીમાં પલ્ટી ખાઈ ગઈ હતી તેના કારણે વૃધ્ધાનું મોત નિપજયું હતું.
  પડધરીના મોટા ખીજડીયા ગામની વાડીમાં રહેતો અને ખેતીકામ કરતા આદિવાસી પરીવાર ભારે વરસાદમાં ગામ તરફ આવતા હતો ત્યારે વાડીની બાજૂમાં જ આવેલ વોંકળા પાસેથી પસાર થતા હતા ત્યારે ૪ વર્ષના બાળકનો પગ લપસતા વોંકળામાં તણાઈ ગયો હતો બાળક વોંકળામાં તણાઈ જતા આજુબાજુની વાડી અને ગામ લોકો ઘટના સ્થળે દોડી આવી શોઘખોળ હાથ ધરી છે પરતું બાળકનો કોઈ પતો મળ્યો નથી. આ ઉપરાંત રાજકોટ નજીક છાપરા ગામ પાસે ઉદ્યોગપતિ સહિત ૩ લોકો આઈ-૧૦માં જતા હતા ત્યારે પૂરના પાણીમાં કાર તણાઈ ગઈ હતી તેમાંથી એક વ્યકિતને બચાવી લેવામાં આવ્યો છે જયારે ઉદ્યોગપતિ સહિત બેની શોઘખોળ કરવામાં આવી છે તેમજ ઉપલટા પાસે એક બાઈક સવાર પાણીમાં તણાઈ ગયો છે તેની શોઘખોળ શરૂ કરવામાં આવી છે પરતું હજૂ સુધી તેની કોઈ ભાળ મળી નથી.આમ રાજકોટ શહેર-જિલ્લામાં ભારે વરસાદમાં ચાર હોનારતની ઘટના બની છે તેમાં બે લોકોના મોત નિપજયા છે જયારે બે લોકો લાપતા હોવાનું સરકારી તંત્રએ જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો